પત્નીને આત્મહત્યા માટે દુષ્પ્રરણ કરનાર પતિને 8 વર્ષની સજા - At This Time

પત્નીને આત્મહત્યા માટે દુષ્પ્રરણ કરનાર પતિને 8 વર્ષની સજા


મહીસાગર જિલ્લાની લુણાવાડા સેશન્સ કોર્ટ દ્વારા આજે એક કેસનો ચુકાદો આપવામાં આવ્યો છે. જેમાં ગત મેં માસમાં સંતરામપુર ખાતે પત્ની પોતાને પ્રેમ નથી કરતી તેવી શંકા રાખી પોતાની પત્ની ઉપર અવારનવાર શારીરિક અને માનસિક ત્રાસ ગુજારી તથા મારઝૂડ કરી આત્મહત્યા માટે દુષ્પ્રરણ આપનાર પતિને આજરોજ લુણાવાડાની સેશન્સ કોર્ટે કસૂરવાર ઠરાવી દંડ અને 8 વર્ષની કેદની સજાનો હુકમ કર્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.