દાહોદજિલ્લાના પં. દીનદયાળ ગ્રાહક ભંડાર જન્માષ્ટમીના પર્વએ પણ રહ્યા ખુલ્લા - At This Time

દાહોદજિલ્લાના પં. દીનદયાળ ગ્રાહક ભંડાર જન્માષ્ટમીના પર્વએ પણ રહ્યા ખુલ્લા


દાહોદ જિલ્લાની સસ્તા અનાજની દુકાનો પરથી ખાંડ તેલ સહિતની ખાદ્ય સામગ્રી રેશનકાર્ડ ધારકોને મળી.

દાહોદ:-જન્માષ્ટમીના તહેવારો રેશનકાર્ડ ધારકો આનંદથી ઉજવી શકે તે માટે આજે દાહોદ જિલ્લાની સસ્તા અનાજની દુકાનો જન્માષ્ટમીના રજાના દિવસે પણ ખુલી રહી હતી અને સંવેદનશીલ અભિગમથી કાર્ડ ધારકોને ખાંડ તેલ સહિત ખાદ્ય સામગ્રી વિતરિત કરવામાં આવી હતી.રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં રેશનકાર્ડ ધારકોને જન્માષ્ટમીના પર્વ અંતર્ગત રાશનનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
જિલ્લા પુરવઠા અધિકારી મીતેશ વસાવા જણાવ્યા અનુસાર લોકો પર્વ પર ખાંડ, તેલ કે અનાજ વગર ના રહે તે માટે જિલ્લા કલેકટર ડો હર્ષિત ગોસાવીના માર્ગદર્શન હેઠળ સસ્તા અનાજની દુકાનો ખુલ્લી રહી હતી. જિલ્લાના ગામડાઓ અને શહેરી વિસ્તારમાં વિતરણ કરવામાં આવ્યું હતું. પંડિત દીન દયાળ ગ્રાહક ભંડારના સંચાલકો દુકાનદારો તેમજ આ કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓ-અધિકારીઓને કલેકટરશ્રીએ અભિનંદન આપી સંવેદન અભિગમથી કરવામાં આવેલી આ કામગીરીને આવકારી હતી.

9979516832


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.