26એપ્રિલથી ભાવનગર ડીવીજનની કેટલીક મીટરગેજ ટ્રેનોના સંચાલનમાં થશે આંસિક ફેરફાર - At This Time

26એપ્રિલથી ભાવનગર ડીવીજનની કેટલીક મીટરગેજ ટ્રેનોના સંચાલનમાં થશે આંસિક ફેરફાર


26 એપ્રિલથી ભાવનગર ડિવિઝનની કેટલીક મીટરગેજ ટ્રેનોના સંચાલનમાં થશે આંશિક ફેરફાર
પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનમાં વિકાસની કામગીરી ઝડપથી પ્રગતિ પર છે. એક તરફ સ્ટેશનોના પુનઃવિકાસની કામગીરી ચાલી રહી છે તો બીજી તરફ મીટરગેજ સેક્શનને બ્રોડગેજમાં રૂપાંતરિત કરવાની કામગીરી ઝડપથી ચાલી રહી છે. હાલમાં અમરેલી-ખીજડિયા સેક્શનનું ગેજ કન્વર્ઝનનું કામ પ્રગતિ પર છે, જે આગામી 6 મહિનામાં પૂર્ણ કરવાનો લક્ષ્‍યાંક છે. હાલમાં ભાવનગર ડિવિઝનના અમરેલી જિલ્લામાં મીટરગેજ રેલ સેવા ઉપલબ્ધ છે. આ ગેજ કન્વર્ઝન બાદ અમરેલી જિલ્લો ભારતીય રેલ્વેના મુખ્ય પ્રવાહના બ્રોડગેજ સાથે જોડાશે અને ટ્રેનોની સ્પીડમાં પણ વધારો થશે. આ ગેજ કન્વર્ઝનનો સૌથી વધુ ફાયદો અમરેલી જિલ્લાના લોકોને થશે.
અમરેલી-ખીજડિયા સેક્શનને બ્રોડગેજમાં રૂપાંતરિત કરવા માટે, રેલ્વે વહીવટીતંત્ર દ્વારા સંભવિત આગામી 6 મહિના માટે 26.04.2025 (શનિવાર) થી અમરેલીથી વિસાવદર વચ્ચેની રેલ સેવા હંગામી ધોરણે સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, હાલમાં મીટરગેજ વિભાગમાં કુલ 10 ટ્રેનો ચાલી રહી છે અને તે તમામ 10 ટ્રેનો ભવિષ્યમાં પણ ચાલતી રહેશે. જો કે, આ ગેજ કન્વર્ઝન કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમાંથી કેટલીક ટ્રેનોના પ્રસ્થાન, ગંતવ્ય અને ઓપરેટિંગ સમય અસ્થાયી રૂપે બદલવામાં આવશે. આ તમામ ટ્રેનોની વિગતવાર વિગતો નીચે મુજબ છે:-
1. ટ્રેન નંબર 52955/52956 જે હાલમાં અમરેલી અને જૂનાગઢ વચ્ચે ચાલે છે તેને વેરાવળ અને જૂનાગઢ વચ્ચે ચલાવવાનો રેલવે વહીવટીતંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. 26 એપ્રિલ, 2025 થી, આ ટ્રેન વિસાવદર અને અમરેલી વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે. આ ટ્રેન વેરાવળથી 26.04.2025થી સવારે 06.15 કલાકે ઉપડશે અને જૂનાગઢ સવારે 10.15 કલાકે પહોંચશે. તેવી જ રીતે, પરત ફરતી વખતે આ ટ્રેન જૂનાગઢથી 10.40 કલાકે ઉપડશે અને 15.00 કલાકે વેરાવળ પહોંચશે. ઉપરોક્ત બંને ટ્રેનો રૂટમાં તમામ સ્ટેશનો પર રોકાશે, આમ આ વિસ્તારના તમામ લોકોને આ ટ્રેનોનો લાભ મળશે. વેરાવળથી જૂનાગઢ જતી ટ્રેનનો નંબર 52939 અને જૂનાગઢથી વેરાવળ જતી ટ્રેનનો નંબર 52940 રહેશે.
2. ટ્રેન નંબર 52929/52930 જે હાલમાં વેરાવળ અને અમરેલી વચ્ચે ચાલે છે તેને વેરાવળ અને જૂનાગઢ વચ્ચે ચલાવવાનો નિર્ણય લેવામા આવ્યો છે. આ ટ્રેન 26.04.2025થી વેરાવળથી 09.15 વાગ્યે ઉપડશે અને 13.00 વાગ્યે જૂનાગઢ પહોંચશે. તેવી જ રીતે, પરત ફરતી વખતે આ ટ્રેન જૂનાગઢથી 13.25 કલાકે ઉપડી વેરાવળ 17.20 કલાકે પહોંચશે. ઉપરોક્ત ટ્રેનો રૂટમાં તમામ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનોનના નંબરમા કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
3. ટ્રેન નંબર 52933/52946 જે હાલમાં વેરાવળ અને અમરેલી વચ્ચે ચાલે છે તેને વેરાવળ અને જૂનાગઢ વચ્ચે ચલાવવાનો નિર્ણય લેવામા આવ્યો છે. ટ્રેન નંબર 52933 વેરાવળ - જૂનાગઢ 26.04.2025 થી વેરાવળથી 13.00 કલાકે ઉપડશે અને 16.50 કલાકે જૂનાગઢ પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર 52946 જૂનાગઢ-વેરાવળ 27.04.2025 થી જૂનાગઢથી સવારે 06.30 કલાકે ઉપડી સવારે 10.55 કલાકે વેરાવળ પહોંચશે. ઉપરોક્ત ટ્રેનો રૂટમાં તમામ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનોના નંબરમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
4. ટ્રેન નંબર 52949/52950 જે વેરાવળ અને દેલવાડા વચ્ચે ચાલે છે, તેના સમયમાં નજીવા ફેરફાર કરવામા આવ્યા છે. દેલવાડાથી વેરાવળ જતી ટ્રેન નંબર 52950 હવે 26.04.2025 થી દેલવાડાથી 08.00 કલાકને બદલે 07.50 કલાકે ઉપડશે અને વેરાવળ 11.20 કલાકને બદલે 11.15 કલાકે પહોંચશે. તેવી જ રીતે પરત ફરતી વખતે ટ્રેન નં.52949 જે વેરાવળથી દેલવાડા જાય છે, તે ટ્રેન હવે 26.04.2025થી વેરાવળથી તેના નિર્ધારિત સમય 14.05 કલાકના બદલે 14.00 કલાકે ઉપડશે અને તેના વર્તમાન નિર્ધારિત સમય મુજબ 17.50 કલાકે દેલવાડા પહોંચશે.
5. ટ્રેન નં. 52952/52951 જે જૂનાગઢથી દેલવાડા વચ્ચે ચાલે છે, તેના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ટ્રેન નંબર 52952 જે જૂનાગઢથી દેલવાડા જાય છે, તે ટ્રેન હવે 26.04.2025થી જૂનાગઢથી પોતાના નિર્ધારીત સમય સવારે 08.15 કલાકને બદલે 08.00 કલાકે ઉપડશે અને 15.25 કલાકને બદલે 14.40 કલાકે દેલવાડા પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નં. 52951 જે દેલવાડાથી જૂનાગઢ જાય છે, તે ટ્રેન હવે દેલવાડાથી તેના નિર્ધારિત સમય 11.30 કલાકને બદલે 11.00 કલાકે ઉપડશે અને જૂનાગઢ 18.25 કલાકને બદલે 18.00 કલાકે પહોંચશે.
ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી રવીશ કુમારે મુસાફરોને ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરવા અનુરોધ કર્યો છે.અતુલ કુમાર ત્રિપાઠી
વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધકપશ્ચિમ રેલવે‚ ભાવનગર મંડલની અખબાર યાદીમાં જણાવેલ છે

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image