સ્વામીનારાયણ ગુરુકુળ બોટાદ ખાતે ભવ્ય રીતે માતૃભાષા મહોત્સવ સંપન્ન - At This Time

સ્વામીનારાયણ ગુરુકુળ બોટાદ ખાતે ભવ્ય રીતે માતૃભાષા મહોત્સવ સંપન્ન


(કનુભાઈ ખાચર દ્વારા )
21 મી ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ, છેલ્લા ઘણાં વર્ષોથી ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા માતૃભાષાનું જતન,. સંવર્ધન અને વ્યાપ વધે એ માટે વંદનીય કાર્યક્રમો થઈ રહ્યાં છે ત્યારે ચાલુ વર્ષે એક ઈતિહાસ સર્જતાં અકાદમીના વિદ્વાન અધ્યક્ષ શ્રી ભાગ્યેશ જહા સાહેબ અને એક કર્મઠ વ્યકિતત્વ એવાં અકાદમીના મહામાત્ર આદરણીયશ્રી જયેન્દ્રસિંહજીની દીર્ઘદ્રષ્ટિ,આગવા સુચારું આયોજન થકી સમગ્ર ગુજરાતમાં 365 જગ્યા ઉપર ગુજરાતના તમામ સર્જકો,લેખકો,કવિઓ અને મહાનુભાવોની હાજરીમાં સંપન્ન થયો એના ગૌરવને પામતાં અમારા બોટાદમાં સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે સ્વામી શ્રી માધવસ્વરુપદાસજીના આશીર્વાદ સાથે આ સંદર્ભ એક સુંદર પરિસંવાદનું આયોજન કરાયું હતું જેમાં વિદ્વાન વક્તા તરીકે ઝવેરચંદ મેઘાણી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય શ્રી સી. ટી. ટુંડિયા સાહેબ તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન બોટાદના ખૂબ મજાના વ્યકિતત્વ સિનિયર લેક્ચર શ્રી દીપકભાઈ ચૌહાણ સાહેબે વક્તા તરીકે સુંદર વાતોનો રસથાળ પીરસ્યો હતો...આ તકે 250 થી વધુ સારસ્વતોની પ્રેરક ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમનું સુચારું સંચાલન નેશનલ ઍવોર્ડિત શિક્ષક અને ગુજરાતભરમાં શ્રેષ્ઠ સ્ટેજ સંચાલક તરીકે જાણિતા પ્રવીણભાઈ ખાચરે કર્યું હતું તો કાર્યક્રમના અંતે સૌ મિષ્ટભોજન લઈને છુટા પડ્યાં હતાં.સમગ્ર કાર્યક્રમના સંયોજક શ્રી સિદ્ધરાજભાઈ ખાચરે ઉત્તમ આયોજન કુનેહ પુર્વક કર્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image