કોમર્સ કોલેજ મોડાસામાં યુનિવર્સિટી કક્ષાની શિબિર યોજાઈ શિબિરમાં યુનિ. સંલગ્ન વિવિઘ કોલેજોના 70 વિધાર્થીઓ જોડાયા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/xgd4aqebnn7ot4qp/" left="-10"]

કોમર્સ કોલેજ મોડાસામાં યુનિવર્સિટી કક્ષાની શિબિર યોજાઈ શિબિરમાં યુનિ. સંલગ્ન વિવિઘ કોલેજોના 70 વિધાર્થીઓ જોડાયા


ધી મ. લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ, મોડાસા સંચાલિત શ્રી એચ.એસ. શાહ કૉલેજ ઓફ કોમર્સના યજમાનપદે હે. ઉ.ગુ.યુનિ. પ્રાયોજિત ત્રિદિવસીય
યોગાસન તાલિમ શિબિર તા.09/01/24 થી તા.11/01/24 દરમ્યાન યોજાઈ હતી. આ શિબિરમાં યુનિ. સંલગ્ન વિવિઘ કોલેજોના 70 વિધાર્થીઓ જોડાયા હતા. ત્રણ દિવસ વિવિધ તજજ્ઞો દ્વારા યોગ વિશે જ્ઞાન તથા તાલિમ આપવામાં આવી હતી. શિબિરના સમાપન સમારોહમાં મુખ્ય મહેમાન ડૉ. રસિકભાઈ પરમાર, મંડળના ઉપપ્રમુખ શ્રી સુભાષભાઈ શાહ, કોલેજના કાર્યકારી આચાર્ય ડૉ.એમ.કે.પટેલ, હાજર રહ્યા હતા અને શિબિરાર્થીઓને યોગને જીવનનું અંગ બનાવી તેનો પ્રચાર પ્રસાર કરવા આહ્વાન કર્યું હતું. શિબિર સંચાલક તરીકેની જવાબદારી ડૉ. ધવલ દવે એ સફળતાપૂર્વક નિભાવી હતી.


9879861009
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]