ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાઓ-૨૦૨૫
તા. ૨૬-૨-૨૫થી તા.૧૭-૩-૨૫ સુધી બોટાદ જિલ્લા કક્ષાએથી હેલ્પલાઈન નંબર કાર્યરત રહેશે : ફોન નં. ૦૨૮૪૯ ૨૭૧૩૨૭ પર સવારે ૦૭:૦૦ કલાકથી સાંજના ૮:૦૦ કલાક સુધી સંપર્ક સાધી શકાશે
બોર્ડની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ શાળાઓ માર્ગદર્શન મેળવી શકશે
આગામી તા.૨૭/૦૨/૨૦૨૫ થી તા.૧૭/૦૪/૨૦૨૫ દરમિયાન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ-૧૦, ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની પરીક્ષાઓ યોજાનાર છે. બોર્ડની જાહેર પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ શાળાઓને માર્ગદર્શન મળી રહે તે માટે બોટાદ જિલ્લા કક્ષાએથી હેલ્પલાઈન નંબર શરૂ કરવામાં આવશે. જે તા. ૨૬-૨-૨૫થી તા.૧૭-૩-૨૫ સુધી કાર્યરત રહેશે. ફોન નં. ૦૨૮૪૯ ૨૭૧૩૨૭ પર સવારે ૦૭:૦૦ કલાકથી સાંજના ૮:૦૦ કલાક સુધી સંપર્ક સાધી શકાશે ((બોક્સ મેટર))
ઉલ્લેખનીય છે કે બોટાદ જિલ્લામાં,
ધોરણ ૧૦ના કુલ ૧૦,૩૧૧ વિદ્યાર્થીઓની પરીક્ષા કુલ ૧૦ કેન્દ્રોમાં લેવાશે. ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના કુલ ૫૩૩૦ વિદ્યાર્થીઓની પરીક્ષા કુલ ૬ કેન્દ્રો પરથી લેવાશે.
ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના કુલ ૮૬૯ વિદ્યાર્થીઓની પરીક્ષા કુલ ૧ કેન્દ્ર પરથી લેવાશે જિલ્લામાં ધોરણ ૧૦ અને ૧૨ના કુલ ૧૬,૫૧૦ વિદ્યાર્થીઓની પરીક્ષા કુલ ૧૭ કેન્દ્રો ખાતે યોજાશે.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે
