દેશની નંબર 1 ન્યુઝ ચેનલ આજતકના અમરેલી જિલ્લાના રિપોર્ટર તરીકે ફારૂક કાદરી* - At This Time

દેશની નંબર 1 ન્યુઝ ચેનલ આજતકના અમરેલી જિલ્લાના રિપોર્ટર તરીકે ફારૂક કાદરી*


*દેશની નંબર 1 ન્યુઝ ચેનલ આજતકના અમરેલી જિલ્લાના રિપોર્ટર તરીકે ફારૂક કાદરી*

*સોશીયલ મીડિયામાં 10 લાખ સબ્સ્ક્રાઇબ ધરાવતી ગુજરાત તક માં અમરેલી જિલ્લાને મળશે પ્રાધાન્ય......*

સાવરકુંડલા

અસ્થિર મનના માનવીને રેસ્તાઓ જડતા નથી તો અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી તે કહેવત ખરા અર્થમાં સાર્થક સાબિત કરી હોય તો તે છે ફારૂક કાદરી....
સાપ્તાહિક અખબારની પત્રકારત્વ ક્ષેત્રની શરૂઆત કરનારા ફારૂક કાદરી કલમ યુદ્ધ જેવા સાપ્તાહિક અખબારથી પત્રકારત્વ ક્ષેત્રે પા પા પગલી કરીને અમરેલી જિલ્લાનું અવધ ટાઇમ્સ, અમરેલી એકસપ્રેસ, દિવ્ય ભાસ્કર, ગુજરાત સમાચાર જેવા અખબારોમાં પત્રકારત્વ કરીને કારકિર્દી આગળ ધપાવનાર ઇલેક્ટ્રોનિક મીડિયામાં પણ ગુજરાત સમાચારનું જી.એસ.ટીવી, બાદ એબીપી અસ્મિતા અને બી.બી.સી.ન્યુઝ જેવા મોટા ગજાના ન્યુઝ ચેનલોમાં કામ કરીને ખ્યાતિ પ્રાપ્ત કરી અને અખબારો અને ટીવીના માધ્યમથી પ્રાણ પ્રશ્નો ઉજાગર કર્યા તો દરિયાઈ પટ્ટીમાં આવતા ભયંકર તોફાનો સમયે પણ દરિયાકાંઠે રીપોર્ટીંગ કરીને પળે પળની ખબરો ટીવીના માધ્યમથી ઘર ઘર સુધી પહોંચેલા ફારૂક કાદરી એ દેશની નંબર 1 ગણાતી આજતક ન્યુઝ ચેનલમાં અમરેલી જિલ્લાના રિપોર્ટર તરીકે નિમણૂક થતા શુભેચ્છકો, રાજકીય મહાનુભાવો, શુભ ચિંતકો દ્વારા શુભકામના ઓનો ધોધ વછૂટ્યો છે દેશમાં સૌથી ઝડપી અને સબસે તેજ તરીકે ખ્યાતિ પામેલા ન્યુઝ ચેનલોમાં દેશની સૌથી લોકપ્રિય ન્યુઝ ચેનલ આજતક ન્યુઝ ચેનલ સાથે સોશીયલ મીડિયાનું 10 લાખ સબ્સ્ક્રાઇબ ધરાવતી ઇન્ડીયા ટુડે ગ્રુપની ગૂજરાત તક ચેનલના પણ હવેથી અમરેલી જિલ્લાની સમસ્યા, રાજકીય ન્યુઝ સહિત જિલ્લાની વેદનાઓને કેન્દ્ર સુધી પહોચાડવાના માધ્યમ ના સારથી બનેલા ફારૂક કાદરી ને 9409327227 પર અભિનંદન ની વર્ષા થઇ રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.