માળીયા હાટીના આંબેચા ગામમાં RAF Global અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર માળિયા ના સંયુક્ત ઉપક્રમે આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો. - At This Time

માળીયા હાટીના આંબેચા ગામમાં RAF Global અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર માળિયા ના સંયુક્ત ઉપક્રમે આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો.


માળીયા હાટીના તાલુકાના આંબેચા ગામમાં RAF Global અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર માળિયા ના સંયુક્ત ઉપક્રમે એનિમિયા સ્ક્રીનીંગ, BP અને સુગર તપાસ લોકોનું કરવામાં આવ્યું. જેમાં અંદાજે 200 મહિલાઓ, કિશોરીઓ અને પુરુષોને કેમ્પ માં ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું અને જે લોકોને લોહીની ઓછી ટકાવારી આવી હતી તેઓને સંસ્થા દ્વારા કિચન ગાર્ડન કીટ વિતરણ કરવામાં આવી હતી. તેમજ 7 સ્વગર્ભા બહેનો ને પોષણ કીટ અને સ્વાસ્થ્ય સંબંધી માહિતી પણ આપવામાં આવી. આ કાર્યક્રમ ને સફળતા પૂર્વક પૂર્ણ કરવા માટે એરિયા મેનેજર શ્રી બસીરભાઈ હિતેશભાઈ આંબેચા ગામના સરપંચશ્રી, પંચાયતના સભ્યો અને આંબેચા ગામના આગેવાનો, CHC હેલ્થ ટિમ તથા THV રશિલાબેન અને RAF Global ના સ્ટાફના સહયોગથી આ કાર્યક્રમ ને સફળ બનાવવામાં આવ્યું.

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.