માળીયા હાટીના પંથકમાં વરસાદે વિરામ લેતા ખેડૂતો બન્યા ચિંતિત - At This Time

માળીયા હાટીના પંથકમાં વરસાદે વિરામ લેતા ખેડૂતો બન્યા ચિંતિત


ખેતરોના પાકમાં પીયતની જરૂરીયાત ઉભી થતા જગતાત મુંઝવણમાં

હાલ માળીયા હાટીના તાલુકા પંથકમાં આશરે 45 દિવસથી મેઘરજા વિરામ લેતા ખેતી મોલમાં પાણી જરૂરિયાત થઈ ઉભી

હાલમાં મગફળી, સોયાબીન સહિત મોલમાં સારું ઉત્પાદન થવાની આશા પણ છે હાલ વરસાદ ની અત્યંત ખુબજ જરૂરિયાત છે

ઘણા દિવસો થી વરસાદે વિરામ લઈ લેતા હાલ ખેડુતો ફુવારા પદ્ધતિ દ્વારા મગફળીમાં પિયત આપી રહયા છે

વરસાદ ખેંચતા મગફળી માં સફેદ ફૂગ સહિત વિવિધ રોગો દેખાતા ખેડૂતોમાં ભારી નિરાશા જોવા મળી છે

લાંબા સમયથી મેઘરાજાએ વિરામ લેતા અનેક ખેડુતોના કુવાઓમાં પાણી ખુટવા લાગ્યા છે જેથી ખેડૂતોમાં હાલ ચિંતા નો માહોલ દેખાય રહીયો છે જ્યારે ખેડુતો હજુ વરસાદની આશા રાખી રહ્યા છે

હાલ હવે વરસાદ નહી થાય તો શિયાળુ પાકનું વાવેતર નહી થાય હાલની પિરિસ્થિત મુજબ ખેડુતો એવી પિરિસ્થિતનો સામનો કરી રહ્યા છે . થોડા દિવસોમાં મેઘ મહેર થશે કે કેમ તે જોવાનું રહ્યું

ખેડુતો મગફળીમાં પિયત આપવાના કામમાં મશગૂલ જોવા મળી રહયા છે

માળીયા હાટીનાની મેઈન મેઘલ નદીમાં પણ પાણી ખૂટતા મેઘલ નદી ખાલી ખમ જોવા મળી છે

જો ટૂંક સમય માં વરસાદ નહિ થાય તો માળીયા હાટીના તાલુકા ના ખેડૂતો અને વેપારી ઓ ભયંકર મુશ્કેલી માં મુકાશે તેવું જોવા મળી રહ્યું છે

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.