બાલાસિનોર લાયન્સ ક્લબ દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ કોર્સ અંગેની માહિતી આપવામાં આવી - At This Time

બાલાસિનોર લાયન્સ ક્લબ દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ કોર્સ અંગેની માહિતી આપવામાં આવી


250 થી વધુ વિદ્યાર્થીઓ હાજર રહ્યા

માહિતી પુસ્તિકા નું પણ વિતરણ કરવામાં આવ્યું

આજે તા.10-09-2022ને શનિવારે સવારે 9.30વાગે લાયન્સ ક્લબ -બાલાસિનોર દ્વારા જનસાથી સેવા મંડળના સહકારથી મોહમ્મદી સ્કૂલ બાલાસિનોર માં ધોરણ 10&ધોરણ 12માં ભણતા વિદ્યાથીઓ માટે પાસ થયા પછી ભવિષ્યની કારકિર્દી માટેના વિવિધ કોર્સ અંગેની માહિતી. નિવૃત માહિતી નિયામક ધીરુભાઈ કોટવાલ -ગાંધીનગર મારફતે માહિતી આપવામાં આવી. તદુપરાંત ધો.12ના વિદ્યાર્થીઓ નેગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી કારકિર્દી માહિતી પુસ્તિકાની વહેંચણી પણ કરવામાં આવી.સદર સેમિનારમાં સ્કૂલના શિક્ષક મિત્રો સહીત -250-વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. ક્લબ તરફથી પ્રસિડેન્ટ લા. ગીરીશભાઈ ચૌહાણ, સેક્રેટરી લા. સંજય ભટ્ટ, લા. શીવાભાઈ પ્રજાપતિ,mrs. કોટવાલ તથા jc. વિજયભાઈ ચૌહાણ હાજર રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.