બોટાદની મોડલ સ્કુલમાં સાહેલી જાયન્ટ્સ બોટાદ દ્વારા એજ્યુકેશન કીટ આપવામાં આવી - At This Time

બોટાદની મોડલ સ્કુલમાં સાહેલી જાયન્ટ્સ બોટાદ દ્વારા એજ્યુકેશન કીટ આપવામાં આવી


બોટાદની મોડલ સ્કુલમાં સાહેલી જાયન્ટ્સ બોટાદ દ્વારા એજ્યુકેશન કીટ આપવામાં આવી

આગામી સમયમાં શરૂ થઇ રહેલી બોર્ડની પરીક્ષાને ધ્યાને લઇ સાહેલી જાયન્ટ્સ ગ્રુપ બોટાદ દ્વારા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય(મોર્ડન સ્કૂલમાં)માં ધોરણ 10 અને 12ની વિદ્યાર્થીનીઓને શુભેચ્છા રૂપે એજ્યુકેશન કીટ વિતરણ કરવામાં આવી. આ તકે સાહેલી ગ્રુપ તરફથી 45 બહેનોને કીટ આપી શુભેચ્છાઓ પાઠવામાં આવેલ. સાથો સાથ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં જે દીકરીઓને હિમોગલોબીન ઓછુ હોય એમને ક્રિયા દર્શનભાઈ ગોપાણી તરફથી 10 કિલો ગોળ આપવામાં આવેલ ગોળ વિતરણ કીટનો 30 દીકરીઓને લાભ લીધેલ.આ પ્રોજેક્ટમાં હેમલત્તાબેન દેસાઈ,સુજાતાબેન શાહ,દીનાબેન,નીતાબેન લાખાણી,સોનલબેન તથા ચારુબેન ઉપસ્થિત રહેલ. કાર્યક્રમને સફળ બનાવવા કે.જી.બી.વી.નાં સ્ટાફએ જહેમત ઉઠાવેલ.

પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ
તસ્વીર ધવલ ગાબુ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.