જીલ્લા કોંગ્રેસ ના પુર્વ ઉપપ્રમુખ, સુરત સ્થિત દામનગર નાં અગ્રણી વ્યાપારી શ્રી હુનાણી ભાજપ માં જોડાયા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/x8x6ixr7qfr7xsey/" left="-10"]

જીલ્લા કોંગ્રેસ ના પુર્વ ઉપપ્રમુખ, સુરત સ્થિત દામનગર નાં અગ્રણી વ્યાપારી શ્રી હુનાણી ભાજપ માં જોડાયા


જીલ્લા કોંગ્રેસ ના પુર્વ ઉપપ્રમુખ, સુરત સ્થિત દામનગર નાં અગ્રણી વ્યાપારી શ્રી હુનાણી ભાજપ માં જોડાયા

ગુજરાત કોંગ્રેસ માંથી એક પછી એક આગેવાનો ભાજપ માં જોડાઈ રહ્યા છે ત્યારે આજે અમરેલી જિલ્લા કોંગ્રેસના પુર્વ ઉપપ્રમુખ, GPCC સેલ નાં મંત્રી, સૌરાષ્ટ્ર કોટનસીડસ મીલ એસોસિયેશન ના પુર્વ મંત્રી તેમજ દામનગર શહેર ની અનેક સંસ્થાઓમાં સંકળાયેલા સુરત સ્થિત પ્રતિષ્ઠિત વ્યાપારી રફીકભાઇ હુનાણી એ ભાજપ માં પ્રવેશ કર્યો હતો સુરત ખાતે ભારત સરકાર નાં કેબિનેટ મંત્રી શ્રી ડો.માડવિયા સાહેબ તેમજ ગુજરાત ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ, ગુજરાત વકફ બોર્ડ નાં ચેરમેન ડો લોખંડવાલા સાહેબ નાં હસ્તે ખેસ ધારણ કરી પ્રવેશ મેળવ્યો હતો આ તકે હુનાણી એ જણાવ્યું હતું કે યશસ્વી પ્રધાનમંત્રી મોદી સાહેબ સબકા સાથ સબકા વિકાસ સાથે સરકાર ની અનેક યોજનાઓ દ્વારા હર ભારતીય નાગરિક ની અવિરતપણે સેવા કરી રહ્યા છે ત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકાર નાં વિકાસ નાં કામકાજ થીં પ્રભાવિત થઈ ને ભાજપ માં જોડાયો છું
આવનારી લોકસભાની ચૂંટણી માં ડો લોખંડવાલા સાહેબ ની આગેવાની માં અમો સૌરાષ્ટ્ર નો પ્રવાસ કરી સરકાર ની યોજનાઓ દ્વારા મુસ્લિમ સમાજ શિક્ષણ અને વિકાસ થી વંચિત નાં રહે અને દેશ મોદી સાહેબ નાં નેતૃત્વ માં વિકાસ ની હરણફાળ ભરી રહ્યો છે ત્યારે દેશના વિકાસ માં સમાજ પોતાનું સમર્થન આપે તેમજ હર લોકસભા સીટ પર પાંચ લાખ થી વધુ મતો ની સરસાઇ નું ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી C R પાટીલ સાહેબ નું જે લક્ષ્ય છે તેને ચરીતાર્થ કરવા અમો સમાજ ને અપીલ કરવાનાં છીએ અન્તમા પ્રદેશ અને અમરેલી જિલ્લા ભાજપના તમામ આગેવાનો નો આભાર વ્યક્ત કરી, પોતે પક્ષના કાર્યકર તરીકે નિષ્ઠાપૂર્વક કાર્ય કરવા કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું લાઠી બાબરા નાં લોકપ્રિય ધારાસભ્ય જનકભાઈ તળાવીયા અને તાલુકા તેમજ શહેરના વિવિધ ભાજપના આગેવાનો એ પ્રવેશ ને હ્દય પુર્વક આવકાર આપ્યો હતો

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]