સ્વચ્છતા અભિયાન અંતર્ગત એસ.ટી સ્વચ્છતા રથ પહોંચ્યો દાંતા બસ સ્ટેન્ડ પર..... - At This Time

સ્વચ્છતા અભિયાન અંતર્ગત એસ.ટી સ્વચ્છતા રથ પહોંચ્યો દાંતા બસ સ્ટેન્ડ પર…..


સ્વચ્છતા અભિયાન અંતર્ગત એસ.ટી સ્વચ્છતા રથ પહોંચ્યો દાંતા બસ સ્ટેન્ડ પર.....

પાલનપુર વિભાગ વિભાગીય નિયામકશ્રી કિરીટભાઈ ચૌધરી દ્વારા આયોજિત સમગ્ર ગુજરાત માં પહેલી વાર અને વિશેષ રસ લઈ ઉત્સાહ પુર્વક તૈયાર કરાયેલ અને નિગમની સેવાઓ છેવાડા ના લોકો સુધી પહોંચે એવા શુભ આશય થી તૈયાર કરાયેલ અને સમગ્ર બનાસકાંઠા નો પ્રવાસ કરતો સ્વચ્છતા રથ આજ રોજ દાંતા મુકામે પહોંચ્યો..... જેમાં રથ કો.ઓર્ડીનેટર અને કંડકટર ડીસા ડેપો કિરણ ભાઈ દવે વ.મહામંત્રી બી.એમ.એસ એ જણાવ્યું કે ખરા અર્થમાં નિગમની સેવાઓ લોકો સુધી પહોંચે અને નિગમના ડેપો વધું સ્વચ્છ અને ચોખ્ખા બને તેવા આહવાન થકી હાજર રહેલા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું અને હાજર મહાનુભાવો ની હાજરી માં રતીલાલ ચૌહાણ અને એમની ટીમ દ્વારા સ્વચ્છતા નાટક રજૂ કરવામાં આવ્યું... જેને હાજર રહેલા તમામે તાળીઓના ગડગડાટથી વધાવી લીધું.... એસ.ટી વિભાગ દ્વારા નિગમ ના ડેપો સ્વચ્છ રહે મુસાફરો માં સ્વચ્છતા અંગે જાગૃતિ વધે ડેપો તેવા શુભ આશય થી નિગમની બસ માંથી તૈયાર કરેલો રથ વધુ ધ્યાનાકર્ષક રહ્યો... અને ડેપોના જ કર્મચારીઓ દ્વારા રજૂ કરાયેલ નાટક વધુ હદય સ્પર્શી રહ્યું. વળી નિગમ દ્વારા કરવામાં આવેલો નવતર પ્રયોગ દાંતા અને આજુબાજુના વિસ્તારમાં પ્રેરણા સમાન રહ્યો... જેમાં બાબુસિહ ગોહીલ, પ્રમુખશ્રી ભારતીય મજદૂર સંઘ હાજર રહી ઉદ્યોગ હિત સમાજ હિતને સાર્થક કરતા નિગમની સેવાઓ કાર્યક્ષમ રીતે મુસાફર સુધી પહોંચે અને મુસાફર દ્વારા બસ પ્રત્યે પોતીકાપણા ની ભાવના જળવાઈ રહે એ માટે સ્વચ્છતા રથ ને દાંતા ખાતે સફળ બનાવવા વિશેષ જવાબદારી સ્વીકારી સમગ્ર કાર્યક્રમ સફળ બનાવ્યો... સાથે રાઠોડ હરિસિંહ દાંતા કંટ્રોલર મીનાબેન તેમજ બહોળી સંખ્યામાં મુસાફર અને સ્ટાફ હાજર રહી દાંતા કંટ્રોલ પોઈન્ટ અને આજુબાજુની દૂકાનો અને જાહેર સ્થળો એ પેમ્પલેટ વિતરણ કરવામાં આવ્યું.

અહેવાલ નીલેશ શ્રીમાળી બનાસકાંઠા


9974645761
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.