આજે ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૭૧ કિ.રૂ.૫૯,૮૫૦/- સહિત કુલ કિ.રૂ.૪,૬૫,૮૫૦/- ના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ - At This Time

આજે ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૭૧ કિ.રૂ.૫૯,૮૫૦/- સહિત કુલ કિ.રૂ.૪,૬૫,૮૫૦/- ના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ


પોલીસ મહાનિરીક્ષક *શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ* તથા *પોલીસ અધિક્ષક શ્રી ડો. હર્ષદ પટેલ સાહેબે* ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં I/C પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પો.સબ ઇન્સ. શ્રી પી.બી.જેબલીયા, એલ.સી.બી.ના પોલીસ કર્મચારીઓ તથા પો.સબ ઇન્સ. શ્રી કે.એમ.પટેલ પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ કર્મચારીઓને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.

તા.૨૨/૦૯/૨૦૨૩ના રોજ ભાવનગર, એલ.સી.બી./પેરોલ ફર્લો સ્ટાફનાં માણસો પ્રોહિ./જુગારની બાતમી મેળવવા માટે ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન ધોળા ગામ તરફથી એક મારૂતિ સ્વીફટ ડિઝાયર કાર રજી.નંબર-GJ-04-EE 9400 માં ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ ભરી સણોસરા તરફ આવે છે. જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ વોચમાં રહેતાં નીચે મુજબના બે માણસો નીચે મુજબના ભારતીય બનાવટના ફોર સેલ ઇન દિલ્હી ઓન્લી લખેલ પ્લાસ્ટીકની ડોલ નંગ-૦૯માં ઇંગ્લીશ દારૂની કંપની સીલપેક બોટલો સાથે હાજર મળી આવેલ.જે અંગે તેઓ વિરૂધ્ધ સોનગઢ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

*આરોપીઃ-*
1. દિગ્વિજયસિંહ ઉફે લાલો વિરેન્દ્રસિંહ ગોહિલ ઉ.વ.૨૩ ધંધો-ખેતી રહે.ચોમલ તા.ગારીયાધાર જી.ભાવનગર
2. મનદિપસિંહ મહેન્દ્રસિંહ ગોહિલ ઉ.વ.૧૯ ધંધો-ખેતી રહે.ચોમલ તા.ગારીયાધાર જી.ભાવનગર
3. કપીલભાઇ રહે વડોદરા *(પકડવાના બાકી)*
4. હરપાલસિંહ જીતેન્દ્રસિંહ રાઠોડ રહે.ખંઢેરા ગામ તા.તળાજા જી.ભાવનગર *(પકડવાના બાકી)*
*કબ્જે કરેલ મુદ્દામાલઃ-*
1. XXX ઓલ્ડ મોંક રમ કંપની સીલ પેક ૭૫૦ ML પ્લાસ્ટીકની બોટલ નંગ-૧૭૧ કિ.રૂ.૫૯,૮૫૦/-
2. પ્લાસ્ટીકની સફેદ કલરની પીળા કલરના ઠાંકણાવાળી ડોલ નંગ-૯ કિ.રૂ.૦૦/-
3. મારૂતિ સ્વીફટ ડિઝાયર કાર રજી.નંબર-GJ-04-EE 9400 કિ.રૂ.૪,૦૦,૦૦૦/-
4. મોબાઇલ નંગ-૨ કિ.રૂ.૬,૦૦૦/- મળી *કુલ રૂ.૪,૬૫૮૫૦/- નો મુદ્દામાલ*
*કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-*
I/C પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પો.સબ ઇન્સ. શ્રી કે.એમ.પટેલ, પી.બી.જેબલીયા તથા પોલીસ કર્મચારી જયદાનભાઇ લાંગાવદરા, હરેશભાઇ ઉલ્વા, હિરેનભાઇ સોલંકી, ફાલ્ગુનસિંહ ગોહિલ, બીજલભાઇ કરમટીયા,શકિતસિંહ સરવૈયા, નીતીનભાઇ ખટાણા, હરિચંદ્દસિંહ દિલુભા, પ્રજ્ઞેશભાઇ પંડયા વગેરે સ્ટાફ જોડાયો હતો રિપોર્ટ અશોકભાઈ ઢીલા સિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.