એનીમલ હેલ્પ લાઈન દ્વારા રાજકોટ શહેર તથા આસપાસના વિસ્તારોના શ્વાન, અશ્વ તથા પશુ—પક્ષીઓ માટેના નિઃશુલ્ક દંત, નેત્ર, ચામડી તથા સર્વરોગ સારવારનો મેગા, નિઃશુલ્ક કેમ્પ. જીવદયા પ્રેમીઓ, પશુપાલકો, આસપાસની ગૌશાળા—પાંજરાપોળોને લાભ લેવા અપીલ. - At This Time

એનીમલ હેલ્પ લાઈન દ્વારા રાજકોટ શહેર તથા આસપાસના વિસ્તારોના શ્વાન, અશ્વ તથા પશુ—પક્ષીઓ માટેના નિઃશુલ્ક દંત, નેત્ર, ચામડી તથા સર્વરોગ સારવારનો મેગા, નિઃશુલ્ક કેમ્પ. જીવદયા પ્રેમીઓ, પશુપાલકો, આસપાસની ગૌશાળા—પાંજરાપોળોને લાભ લેવા અપીલ.


એનીમલ હેલ્પ લાઈન દ્વારા રાજકોટ શહેર તથા આસપાસના વિસ્તારોના શ્વાન, અશ્વ તથા પશુ—પક્ષીઓ માટેના નિઃશુલ્ક દંત, નેત્ર, ચામડી તથા સર્વરોગ સારવારનો મેગા, નિઃશુલ્ક કેમ્પ. જીવદયા પ્રેમીઓ, પશુપાલકો, આસપાસની ગૌશાળા—પાંજરાપોળોને લાભ લેવા અપીલ.

કેમ્પમાં અશ્વનાં જટીલ રોગો માટે ખાસ સારવારની સુવિધા, ઓપરેશન પણ કરાશે.

કેમ્પમાં આવનાર પશુઓની નોંધણી માટે મો.નં. ૭૫૬૭૦૭૫૬૮૦ પર સંપર્ક કરવો.

સમગ્ર ભારતમાં પશુ સારવાર ક્ષેત્રે ટોચનું સ્થાન ધરાવતી અને જીવદયા ક્ષેત્રે ભારત સરકાર દ્વારા સર્વશ્રેષ્ઠ સંસ્થાનો એવોર્ડ મેળવનાર સંસ્થા શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઈન દ્વારા રાજકોટ શહેર તથા આસપાસના વિસ્તારોના શ્વાન, અશ્વ તથા અન્ય પશુ-પક્ષીઓ માટેના નિઃશુલ્ક દંત, નેત્ર, ચામડી તથા સર્વરોગ સારવારના મેગા, નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરાયુ છે. જેનો લાભ લેવા જીવદયા પ્રેમીઓ, પશુપાલકો, આસપાસની ગૌશાળા—પાંજરાપોળોને જાહેર અપીલ કરાઈ છે. આ કેમ્પમાં જુનાગઢ તથા આણંદના ના વેટરનરી કોલેજના નિષ્ણાંત વેટરનરી તથા અનુભવી ડોકટર્સ પોતાની માનદ સેવા આપશે. તા. ૦૭/૦૧/૨૦૨૪, રવીવાર, સવારે ૮–૦૦ થી બપોરે ૧–૦૦ દરમિયાન પરીખ પરીવાર (પ્રકાશ સ્ટોર્સ, જે.કે.બેગવાળા)ના પ્રિય શ્વાન 'શની' ની પુણ્યસ્મૃતિ રૂપે પરીખ પરીવારના આર્થિક સહયોગથી કેમ્પનું આયોજન કરાયું છે. આ કેમ્પમાં ગૌમાતા તથા અન્ય પશુઓના પેટના કરમીયા માટેની દવા (પાચન શકિત વધારવા), ખરવા–મોવાસાનું રસીકરણ તથા સર્વરોગ માટેની (જેવી કે કમોડી, રસોળીની ગાંઠ) શસ્ત્રક્રિયા–ઓપરેશન સહિતની સારવાર નિઃશુલ્ક કરાશે. આ ઉપરાંત આ કેમ્પમાં ખાસ અશ્વના જટીલ રોગો માટે સ્પેશ્યાલાઈઝ સારવાર ઓપરેશનની વ્યવસ્થા કરવામાં આવશે તો અશ્વ પ્રેમી લોકોએ આ કેમ્પનો લાભ લેવા વિનંતી છે.
સમગ્ર કેમ્પને જીવદયા પ્રેમી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા કેન્દ્રીય પશુપાલન મંત્રી પુરૂષોતમભાઈ રૂપાલાની શુભેચ્છા પ્રાપ્ત થઈ છે. હિન્દુ ધર્માચાર્ય મહાસભાના આંતરરાષ્ટ્રીય સંયોજક સ્વામીશ્રી પરમાત્માનંદ સરસ્વતીજી ખાસ ઉપસ્થિત રહી આર્શીવચન પાઠવશે. કેમ્પનું ઉદઘાટન રાઘવજીભાઈ પટેલ (પશુપાલન મંત્રી, ગુજરાત રાજય) નાં હસ્તે કરવામાં આવશે. શ્રીમતી ભાનુબેન બાબરીયા (મંત્રીશ્રી) કેમ્પમાં ખાસ ઉપસ્થિત રહેશે.

કેમ્પને જુનાગઢ તથા આણંદ વેટરનરી કોલેજનો તાંત્રીક સહયોગ પ્રાપ્ત થયો છે, જુનાગઢ અને આણંદ વેટરનરી કોલેજના નિષ્ણાંત અને પ્રસિધ્ધ પશુ ચિકિત્સકો આ કેમ્પમાં સારવાર અને ઓપરેશન માટે ખાસ ઉપસ્થિત રહેશે, રાજકોટ મહાનગરપાલીકા, જીલ્લા પશુપાલન વિભાગ પણ જોડાશે. કેમ્પમાં મુખ્ય મહેમાનો રામભાઈ મોકરીયા (સાંસદશ્રી–રાજયસભા), મોહનભાઈ કુંડારીયા (સાંસદશ્રી), ડો. વલ્લભભાઈ કથીરીયા (પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી), મુકેશભાઈ દોશી (શહેર ભાજપ પ્રમુખ), પ્રભવ જોષી સાહેબ (કલેકટરશ્રી–રાજકોટ), આનંદ પટેલ સાહેબ (રાજકોટ મ્યુનીસીપલ કમીશ્નરશ્રી), અશોકકુમાર યાદવ (રેન્જ આઈ.જી.શ્રી) દેવ ચૌધરી સાહેબ (ડી.ડી.ઓ.,રાજકોટ), ડો. કટારા (નાયબ પશુપાલક નિયામકશ્રી, રાજકોટ), ડો. દર્શિતાબેન શાહ (ધારાસભ્યશ્રી), રમેશભાઈ ટીલાળા (ધારાસભ્યશ્રી), ઉદયભાઈ કાનગડ (ધારાસભ્યશ્રી), નયનાબેન પેઢડીયા (મેયરશ્રી), નરેન્દ્રસિંહ જાડેજા (ડેપ્યુટી મેયરશ્રી), જૈમીનભાઈ ઠાકર (સ્ટેન્ડીંગ કમિટી ચેરમેનશ્રી), દેવાંગભાઈ માંકડ (વરિષ્ઠ કોર્પોરેટર), ગીરીશભાઈ શાહ (સમસ્ત મહાજન), વિજયભાઈ ડોબરીયા (સદભાવના વૃધ્ધાશ્રમ), ડો. પી.એચ. ટાંક (ડીનશ્રી, આણંદ વેટરનરી કોલેજ), ચંદ્રકાંતભાઈ શેઠ, જયેશભાઈ ઉપાધ્યાય, અહંમ યુવા સેવા ગ્રુપની ટીમ, રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળની ટીમ, ગીરગંગા પરીવાર ટ્રસ્ટની ટીમ તથા અનેક સેવાકીય મહાનુભાવો, અગ્રણીઓ, જીવદયા પ્રેમીઓ વિશેષ ઉપસ્થિત રહેશે.

અત્રે ઉલ્લેખનિય છે કે, અશ્વ માટે આ પ્રકારના મેગા કેમ્પનું રાજકોટમાં સૌપ્રથમવાર આયોજન થઈ રહયું છે.સમગ્ર કેમ્પનું સંકલન રીટાયર્ડ ઝુ સુપ્રિટેન્ડેન્ટ ડો. એમ.જી. મારડીયા કરી રહયાં છે.

સમગ્ર આયોજન અંગે મિતલ ખેતાણી, પ્રતિક સંઘાણી, રમેશભાઇ ઠકકર, ધિરેન્દ્ર કાનાબાર, પારસ ભરતભાઈ મહેતા, ગૌરાંગભાઈ ઠકકર, એડવોકેટ કમલેશભાઈ શાહ, ઘનશ્યામભાઇ ઠકકર, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઈ ભરાડ તથા સાથી ટીમ જહેમત ઉઠાવી રહી છે. વિશેષ માહિતી માટે મિતલ ખેતાણી મો. ૯૮૨૪૨૨૧૯૯૯, પ્રતિક સંઘાણી મો.૯૯૯૮૦ ૩૦૩૯૩ નો સંપર્ક કરવો.

                                 કેમ્પમાં આવનાર પશુઓની નોંધણી કરાવવી ફરજીયાત છે નોંધણી માટે મો.નં. ૭૫૬૭૦૭૫૬ ૮૦ પર સંપર્ક કરવો.

રિપોર્ટ.નટવરલાલ. ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.