પાર્કીંગમાં ઉભેલ લક્ઝરી બસમાંથી સોનાના દાગીના,રોકડ રૂપીયાની થયેલ ચોરીનો ભેદ ઉકેલતી લોકલ ક્રાઇમબ્રાન્ચ,અરવલ્લી . - At This Time

પાર્કીંગમાં ઉભેલ લક્ઝરી બસમાંથી સોનાના દાગીના,રોકડ રૂપીયાની થયેલ ચોરીનો ભેદ ઉકેલતી લોકલ ક્રાઇમબ્રાન્ચ,અરવલ્લી .


અરવલ્લી જિલ્લામાં બનેલ મિલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા અસરકારક પરિણામલક્ષી કામગીરી કરવા માર્ગદર્શન / સુચનાઓ આપેલ હતી . જે અનુસંધાને શ્રી , કે.ડી.ગોહીલ , પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી.મોડાસા નાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચ , અરવલ્લીના સ્ટાફના પોલીસ માણસોની જુદી જુદી ટીમો બનાવી ચોરીમાં ગયેલ મુદ્દામાલ તથા આરોપી ઓને શોધી કાઢવા જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ હતા . શામળાજી પોલીસ સ્ટેશન પાર્ટ - એ ગુર.નં .૧૧૧૮૮૦૧૦૨૩૦૧૮૭ / ૨૦૨૩ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબના ના કામે શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સી.સી.ટી.વી. ફુટેજ તેમજ બાતીદાર થી ગુન્હો શોધી કાઢવા પ્રયત્નશીલ હતા . દરમ્યાન બાતમીદારથી ચોક્કસ હકીકત મળેલ કે ગુન્હાના કામે લક્જરી બસમાંથી સોનાના દાગીના તથા રોકડ રૂપીયાની ચોરી અશોકકુમાર નરેન્દ્ર કુમારસેન ( નાઇ ) રહે.બાડમેર ( રાજસ્થાન ) હાલ રહે . વાસણા હરી ઓમ નગર અમદાવાદ વાળા એ એક ગ્રે કલરની મારૂતી સ્વિફ્ટ ગાડી નંબર GJ - 03 - LG - 4787 ની લઇને આવી કરેલ છે અને સદરી ઇસમ તેના સાગરીતો સાથે ઉપરોક્ત મારૂતી સ્વિફ્ટ ગાડી સાથે અમદાવાદ વસણા વિસ્તારમાં હોવાનુ હકીકત મળતાં જે હકીકત આધારે સદરી ઇસમ તથા અન્ય એક ઇસમ તથા તેની પત્ની એમ ત્રણને ગુન્હામાં વાપરેલ મારૂતી સ્વિફ્ટ ગાડી સાથે અમદાવાદ વાસણા વિસ્તારમાં થી પકડી લઇ એલ.સી.બી.મોડાસા ખાતે લાવી અલગ અલગ પુછપરછ કરતા જણાવેલ કે ( ૧ ) અશોક કુમાર નરેન્દ્રકુમાર સેન ( નાઇ ) તથા તેની પત્ની ( ૨ ) સીમરનબેન વા / ઓઅશોકકુમાર નરેન્દ્રકુમાર સેન ( નાઇ ) બન્ને મુળ રહે . નેહરૂનગર બાડમેર તા.જિ.બાડમેર ( રાજસ્થાન ) હાલ રહે . વાસણા હરી ઓમનગર વાસણા પોલીસ સ્ટેશન નજીક અમદાવાદ ( ૩ ) કુષ્ણા અંબાદા કુંટે ઉવ રહે . શિદેફલ તા.સિલ્લોડ જિ.ઔરંગાબાદ ( મહારાષ્ટ્ર ) હાલ રહે . વાસણા હરી ઓમ નગર વાસણા પોલીસ સ્ટેશન નજીક અમદાવાદ ( ૪ ) અજય રામલાલ સાની ( જોષી ) રહે.હાલ વિરાત્રા કોલોની બલદેવનગર બાડમેર રાજસ્થાન નાઓએ મળી ગઇ તારીખ ૨૦/૦૫/૨૦૨૩ ના રોજ રાતના આશરે સાડા દસેક વાગ્યાના સુમારે શામળાજી આશ્રમ બ્રીજ પાસે આવેલ સમ્રાટ હોટલ ખાતે લક્જરી બસમાંથી રોકડ રૂપીયા તથા સોનાના દાગીનાની ચોરી કરી ગુન્હો કરેલાની કબુલાતા કરેલ જેથી સદરી પકડાયેલ ત્રણે ઇસમો મહીલા સહીત નાઓ પાસે થી સદર ગુંહામાં ગયેલ મુદ્દામાલ પૈકી રોકડ રૂપીયા ૫૦૦ ના દરની ચલણી નોટ નંગ -૬૦ મળી કુલ રોકડ રૂ .૩૦,૦૦૦ / -હતી તથા દાગીનામાં ( ૧ ) એક સોનાની ચેઇન જેનુ વજન ૨૯.૩૬૦ મી.લી. ગ્રામ જેની હાલની બજાર કી.રૂ .૧,૫૪,૩૦૦ / -ની તથા એક ચાંદીની લકી નંગ -૧ તથા ચાંદીની વીંટીનંગ -૨ જે લકી તથા વીટીંઓનુ વજન ૧૨૨.૨૫૦ મી.લી. જેની હાલની બજાર કી.રૂ .૬,૦૦૦ / - તથા ( ૩ ) એક કાળા મણકાવાળુ મંગલસુત્ર જે સોનો ઢોળ ચઢાવેલ જે અત્રે હાજર સોની મારફતે ખોટુ હોવાનુ જણાવતા હોઇ જેની કી.રૂ .૦૦ / ૦૦ મળી કુલ કી.રૂ .૧,૬૦,૩૦૦ / -તથા ગુન્હામાં ઉપયોગ કરેલ મારૂતી સ્વિફ્ટ ગાડી નંબર GJ - 03 - LG 4787 કી.રૂ .૫,૦૦,૦૦૦ / - તથા મોબાઇલ નં -૨ કિ.રૂ .૧૦,૦૦૦ / - મળી કુલ કી.રૂ .૭,૦૦,૩૦૦ / -ના મુદ્દામાલ સાથે પકડી પાડી સી.આર.પી.સી. કલમ ૪૧ ( ૧ ) ડી મુજબ તા .૩૦ / ૫ / ૨૦૨૩ ના રોજ અટક કરી આગળ ની વધુ તપાસ માટે શામળાજી પોલીસ સ્ટેશનને આરોપીઓ તથા મુદ્દામાલ સોપવામાં આવેલ છે . પકડાયેલ આરોપીઓઃ ( ૧ ) અશોક કુમાર નરેન્દ્રકુમાર સેન ( નાઇ ) ઉ.વ .૨૭ મુળ રહે . નેહરૂનગર બાડમેર તા.જિ.બાડમેર ( રાજસ્થાન ) હાલ રહે . વાસણા હરી ઓમ નગર વાસણા પોલીસ સ્ટેશન નજીક અમદાવાદ ( ૨ ) કુષ્ણા અંબાદા સકુંટે ઉવ ૨૮ રહે . શિદેફલ તા.સિલ્લોડ જિ.ઔરંગાબાદ ( મહારાષ્ટ્ર ) હાલ રહે . વાસણા હરી ઓમ નગર વાસણા પોલીસ સ્ટેશન નજીક અમદાવાદ ( ૩ ) સીમરન બેન વા / ઓ અશોક કુમાર નરેન્દ્ર કુમાર સેન ( નાઇ ) ઉ.વ .૨૧ મુળ રહે . નેહરૂ નગર બાડમેર તા.જિ.બાડમેર ( રાજસ્થાન ) હાલરહે . વાસણા હરી ઓમ નગર વાસણા પોલીસ સ્ટેશન નજીક અમદાવાદ
વોન્ટેડ આરોપીઓઃ
અજય રામલાલ સાની ( જોષી ) રહે.હાલ વિરાત્રા કોલોની બલદેવનગર બાડમેર ( રાજસ્થાન ) કબજે લીધેલ મુદામાલઃ મોબાઇલ ફોન નંગ -૨ કિ.રૂ .૧૦,૦૦૦ / - તથા રોકડ રૂપીયા ૩૦,૦૦૦ / - તથા સોનાના ચાંદીના દાગીના કી.રૂ .૧,૬૦,૩૦૦ / - તથા ચોરીમાં વાપરેલ મારૂતી સ્વિફ્ટ ગાડી નંબર GJ - 03 - LG 4787 કિ.રૂ .૫,૦૦,૦૦૦ / - મળી કુલ કી.રૂ .૭,૦૦,૩૦૦.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.