૯ વર્ષ થી વટવા પોલીસ સ્ટેશનના હત્યાના ગુનાના લાકડા ગેંગના કુખ્યાત આરોપીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પકડ્યો. - At This Time

૯ વર્ષ થી વટવા પોલીસ સ્ટેશનના હત્યાના ગુનાના લાકડા ગેંગના કુખ્યાત આરોપીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પકડ્યો.


અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર શ્રી પ્રેમવિરસિંહ સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ચૈતન્ય આર.મંડલીક સાહેબ નાઓએ અમદાવાદ શહેર વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જાળવણી તથા મિલકત સબંધી ગુન્હાઓ અટકાવવા તથા શોધી કાઢવા સારૂ સુચના અને માર્ગદર્શન આપેલ,

જે અનુસધાને ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સપેક્ટર શ્રી એન.આર.બ્રહ્મભટ્ટ નાઓની રાહબરી હેઠળ સ્કોડના માણસો પો.સ.ઈ.શ્રી જે.ડી.બારોટ તથા સ્કોડના માણસો અમદાવાદ શહેર વિસ્તારમાં
પેટ્રોલીંગમાં હતાં તે દરમિયાન અ.પો.કો. મહેન્દ્રસિંહ જગતસિંહનાઓને નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે.“સને ૨૦૧૪ માં વટવા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ખુનના ગુન્હામાં નાસતો ફરતો આરોપી રાજુ રામલખન પ્રજાપતીનાનો હાલમાં રબારી કોલોની ચાર રસ્તા નજીક આવેલ નેક્ષા ફોર વ્હિલ ગાડીના શો રૂમ આગળ ઉભો છે,

જે બાતમી હકીકત આધારે બાતમી હકીકતવાળી જગ્યાએ જઈ તપાસ કરતાં બાતમીમાં જણાવેલ રાજુ સ/ઓ રામલખન પ્રજાપતી, ઉ.વ. ૩૩, હાલ રહે. ગામ નારણપર પસાયત, તા. ભુજ, જીલ્લો કચ્છ, મુળ રહે. ૩૨૯/૧, પરદેશી નગર, નાગરવેલ હનુમાન અમરાઈવાડી, અમદાવાદ શહેરનાનો મળી
આવેલ જેની અંગઝડતી તપાસ કરતાં એક સેમસંગ કંપનીનો કી-પેડ મોબાઈલ ફોન કિ.રૂ.૫૦૦/- નો મળી આવતાં સદર ઈસમને તા.૧૫/૦૭/૨૦૨૨ ના રોજ સી.આર.પી.સી. કલમ ૪૧(૧)આઈ તથા ૧૦૨ મુજબ અટક કરી કાયદેસર કાર્યવાહી કરેલ છે,

ઉપરોક્ત ઈસમની પુછપરછ કરતાં હકીકત જાણવા મળેલ કે “ સને ૨૦૧૪માં તેના મિત્ર નામે રવિ રામચન્દ્ર ગુપ્તા,રહે.જનતાનગર તથા મીથુન યાદવ, રહે.નારોલ તથા સુરજ ચૌહાણ રહે.અમરાઈવાડીના ઓ ભેગા મળી સને ૨૦૧૪ માં નારોલ કાર્તીક નગર ખાતે પોલીસની ચોરી છુપીથી ઈંગ્લીશ દારૂનો ધંધો ચાલુ કરેલ હતો જે ધંધામાં અમો તમામ મિત્રો ભાગીદાર હતાં, તે વખતે સાંજના આશરે સાત થી આઠ વાગ્યે હું નારોલ અમારા ધંધા ઉપર ગયેલ તે વખતે મારા મિત્રો રવિ ગુપ્તા તથા મીથુનને ત્યાં હાજર એક ભાઈ નામે કૈલાસ સાથે અમારા દારૂના ધંધા બાબતે બોલાચાલી થયેલી તે
વખતે અમો તમામ મિત્રોએ ભેગા મળી તેઓને માર મારેલ હતો. જે મારના કારણે કૈલાસભાઈ મરણ ગયેલ હતાં જે વાતની મને જાણ થતાં પોતે અમદાવાદ શહેર છોડી નાસી ભાગી ગયેલ હોવાની કબુલાત કરેલ છે,

જે બાબતે વટવા પોલીસ સ્ટેશન ખાતે ખાતરી તપાસ કરતાં વટવા પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં.૨૨/૨૦૧૪ ધી ઈ.પી.કો. કલમ ૩૦૨,૨૯૪(ખ),૫૦૬(૨),૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫(૧) મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય જે ગુનામાં સદર ઈસમ આજદીન સુધી નાસતો ફરતો રહેલ હોય જેથી સદરી ઈસમને પકડી વટવા પોલીસ સ્ટેશન ખાતે સોંપવા તજવીજ હાથ ધરેલ છે,

આરોપીનો ગુન્હાહિત ઈતિહાસ :-

આ કામે પકડાયેલ આરોપી અગાઉ અમરાઈવાડી તથા ખોખરા પોલીસ સ્ટેશનમાં પાંચ થી છ મારા મારીના ગુન્હાઓમાં પકડાયેલ છે તેમજ એક વાર પાસા પણ ભોગવેલ છે.

Report by :- Keyur Thakkar

Ahmedabad


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.