થાનગઢના સોનગઢ ગામની સીમમાં જાહેરમાં ચાલતા જુગાર ધામ પર એલસીબીના દરોડા - At This Time

થાનગઢના સોનગઢ ગામની સીમમાં જાહેરમાં ચાલતા જુગાર ધામ પર એલસીબીના દરોડા


રોકડા રૂ.1,16,950 તથા મોટરસાયકલ નંગ 3 કિ.રૂ.60,000 એમ કુલ મળીને કિ.રૂ.1,77,050 ના મુદ્દામાલ સાથે નવ ઈસમો ઝડપાયા અન્ય બે ઈસમો ફરાર

સુરેન્દ્રનગર એલસીબી ટીમના પીઆઇ એમ ડી ચૌધરી સાહેબે જુગારની બંદી સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા જિલ્લામાં ખાસ પેટ્રોલિંગ હાથ ધરી જુગારની અસામાજિક પ્રવૃત્તિ શોધી કાઢી કાયદેસર કાર્યવાહી કરવા માર્ગદર્શન આપતા એલસીબી ટીમ દ્વારા થાનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરી ચોક્કસ બાતમી મેળવવા સોનગઢ ગામની સીમમાં રામાપીરના મંદિરની પાસે આવેલ રવુભાઈ જળુ સોનગઢ વાળાના તબેલા નજીક પડતર ખરાબામા જાહેરમાં અમુક ઈસમો ભેગા થઈ પૈસાની હારજીતનો જુગાર રમે છે જે હકીકત આધારે એલસીબી ટીમના પીઆઇ શ્રી એમ ડી ચૌધરીની સુચના મુજબ એએસઆઈ જુવાનસિંહ, ઋતુરાજસિંહ, અમરકુમાર, અનિરુદ્ધસિંહ સહિત સમગ્ર ટીમ દ્વારા પૂરતી તૈયારી સાથે તાત્કાલિક હકીકત વાળી જગ્યાએ છાપો મારતા આરોપીઓ, ગોવિંદભાઈ વશરામભાઈ રંગપરા ઉ.53 સોનગઢ, રણુભાઈ વિસુભાઈ ધાંધલ ઉ.42 થાનગઢ, રઘાભાઈ સોમાભાઈ કટેસીયા ઉ.40 સોનગઢ, પભાભાઈ વાલજીભાઈ ડાભી ઉ.50 નવાગામ, જુવાનસિંહ બેચરસિંહ સોલંકી ઉ.56 ગેબી કૃપા ટાઉનશીપ, રવુભાઈ જલુભાઈ કરપડા ઉ.48 ઝાલાવાડ પોટરી પાસે નવાગામ, કનુભાઈ જીવાભાઇ ખવડ ઉ.52 થાનગઢ તરણેતર રોડ, રાજુભાઈ નરસિંહભાઈ ડાભી ઉ.23 સોનગઢ કોળીવાસ, અનિરુદ્ધભાઈ સાદુળભાઈ ભગત ઉ.25 સર્વોદય સોસાયટી થાનગઢ વાળાઓને પૈસાની હારજીતનો જુગાર રમી રમતા રોકડા રૂ.1,16,950 તથા મોટરસાયકલ નંગ 3 કિ.રૂ.60,000 એમ કુલ મળીને કિ.રૂ.1,77,050 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી નવ આરોપી સાથે બે આરોપી નાશી છુટતા તમામ મુદ્દામાલ કબજે કરી 11 આરોપીઓ વિરૂદ્ધ થાનગઢ પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

એટ ધીસ ટાઈમ ન્યૂઝ
ઉમેશભાઈ બાવળિયા સુરેન્દ્રનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon