રાષ્ટ્રીય ખેડૂત દિવસની ઉજવણી અંતર્ગત બોટાદ જિલ્લા બાગાયત વિભાગ દ્વારા મોટી વાવડી અને ભદ્રાવડી ગામે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ વિશે ખેડૂત શિબિર યોજાઇ - At This Time

રાષ્ટ્રીય ખેડૂત દિવસની ઉજવણી અંતર્ગત બોટાદ જિલ્લા બાગાયત વિભાગ દ્વારા મોટી વાવડી અને ભદ્રાવડી ગામે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ વિશે ખેડૂત શિબિર યોજાઇ


ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓ વિશે ખેડૂતોને કરાયાં માહિતગાર

ગુજરાત રાજ્યના બાગાયત વિભાગ દ્વારા તા.૨૩/૧૨/૨૦૨૨ ને શુક્રવારના રોજ રાષ્ટ્રીય ખેડૂત દિન નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતું જેના ભાગરૂપે બોટાદ જિલ્લા બાગાયત વિભાગ દ્વારા મોટી વાવડી અને ભદ્રાવડી ગામે "બાગાયતી પાકોમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ" અંતર્ગત એક દિવસીય ખેડૂત તાલીમ શિબિર યોજાઇ હતી.

આ કાર્યક્રમમાં જિલ્લા બાગાયત વિભાગ, જિલ્લા ખેતીવાડી વિભાગ, લીડ બેન્ક સહીતના વિવિધ વિભાગોના અધિકારીઓ- કર્મચારીઓએ પણ બાગાયતી ખેતીમાં પ્રાકૃતિક ખેતી, બાગાયતની વિવિધ સહાયલક્ષી યોજનાઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.

આ પરિસંવાદમાં સ્થાનિક પ્રગતિશીલ ખેડૂતો દ્વારા પ્રાકૃતિક ખેતી વિશે માહિતીનું આદાન-પ્રદાન કરવા ઉપરાંત કાર્યક્રમના અંતે શરૂઆત પોતાનાથી નારા સાથે કાર્યક્રમને સાર્થક બનાવ્યો હતો. આ પરિસંવાદમા મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતાં.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.