પંચમહાલ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવ વિરપુરની મુલાકાતે સમર્થકોએ ફૂલહાર પહેરાવી શુભચ્છા પાઠવી… - At This Time

પંચમહાલ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવ વિરપુરની મુલાકાતે સમર્થકોએ ફૂલહાર પહેરાવી શુભચ્છા પાઠવી…


આવનાર લોકસભા ચૂંટણી માટે બે દિવસ અગાઉ ભારતીય જનતા પાર્ટીની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી હતી જેમાં પંચમહાલ બેઠક પરથી રાજપાલસીંહ જાદવનુ નામ જાહેર કરતા સમર્થકોમાં ખુશી જોવા મળી હતી ત્યારે આજે રાજપાલસિંહ મહીસાગર જિલ્લાના વિરપુરની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં તેઓએ વિરપુરની વિશ્રામ ગૃહ ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેઓનું કાર્યકરો સમર્થકો સહિત ભાજપના હોદ્દેદારો દ્વારા ફૂલહાર પહેરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું વિરપુર તાલુકાના ભાજપ પ્રમુખ શાનાભાઈ પરમારે મોઢું મીઠું કરાવ્યું હતું આ કાર્યક્રમમાં મહિસાગર જીલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારીયા ,વિરપુર તાલુકા મહામંત્રી કિરીટભાઈ પટેલ,જીલ્લા પંચાયત સદસ્ય પ્રતીનીધી એસ બી ખાંટ,વિરપુર તાલુકા પંચાયત પ્રમુખ નીખીલભાઈ પટેલ,જીલ્લા સોશ્યલ મીડિયાના કન્વીનર સાદાબ અબ્બાસી,તાલુકા સરપંચો સહિતના ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી ફૂલહાર પહેરાવી સ્વાગત કરી જંગી બહુમતીથી વિજય માટે શુભેચ્છા પાઠવી હતી...

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વીરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.