શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી વિંઝોલ ખાતે સાત દિવસીય,” રાષ્ટ્રીય એકતા શિબિર -2023″ કે જે આદિવાસી અસ્મિતા પર્વ તરીકે ઉજવાઈ - At This Time

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી વિંઝોલ ખાતે સાત દિવસીય,” રાષ્ટ્રીય એકતા શિબિર -2023″ કે જે આદિવાસી અસ્મિતા પર્વ તરીકે ઉજવાઈ


શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ની રાષ્ટ્રીય એકતા શિબિર સંપન્ન

ઉચ્ચ શિક્ષણ વિભાગ ગાંધીનગર ના એનએસએસ સેલ અને શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરાના સંયુક્ત ઉપક્રમે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી વિંઝોલ ખાતે સાત દિવસીય," રાષ્ટ્રીય એકતા શિબિર -2023" કે જે આદિવાસી અસ્મિતા પર્વ તરીકે ઉજવાઈ હતી એવી શિબિરનું ગોધરાના ધારાસભ્ય સી. કે. રાઉલજી ,કુલપતિ ડૉ પ્રતાપસિંહ ચૌહાણ, nss ના રિજિયોનલ ડાયરેક્ટર કમલ કર સાહેબ, રજીસ્ટ્રાર ડો અનિલ સોલંકીની ઉપસ્થિતિમાં સમાપન થયું .
આ પ્રસંગે વિવિધ રાજ્યોના એનએસએસના સ્વયંસેવકોએ તથા એનએસએસ ના પ્રોગ્રામ ઓફિસરોએ પોતાના સાત દિવસ દરમિયાન થયેલા અનુભવો વ્યક્ત કર્યા હતા. સાત દિવસ એકમેકની અંદર ઓતપ્રોત થઈ ગયેલા વિદ્યાર્થીઓએ જ્યારે તેમના પ્રતિભાવ આપવાનું શરૂ કર્યું ત્યારે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.
યુનિવર્સિટીનું કેમ્પસ છેલ્લા સાત દિવસથી વિદ્યાર્થીઓથી ગુંજી ઉઠ્યું હતું . આ પ્રસંગે ગોધરાના ધારાસભ્ય સી. કે. રાઉલજી સાહેબે વિદ્યાર્થીઓને પ્રેરણાત્મક પ્રવચન આપી વિદ્યાર્થીઓને આગળના ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી, જ્યારે યુનિવર્સિટીના કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણ એ આ નવ રાજ્યોના વિદ્યાર્થીઓ મારા પોતાના છે એમ કહી તેમની જેટલી પણ કાળજી લેવાય તે લીધી હતી ,અને વિદ્યાર્થીઓને સતત પ્રેરણા પૂરી પાડી હતી. રજીસ્ટર ડોક્ટર અનિલ સોલંકી જે કાળજી લીધી હતી એની પણ કેમ્પમાં નોંધ લેવાઈ હતી. સમગ્ર કેમ્પનું સફળ આયોજન યુનિવર્સિટીના એનએસએસ કોઓર્ડીનેટર ડૉ મયંકભાઈ શાહ, ડો. સંજય જોષી તથા ડો. હરેશ સુથારની ટીમે તેમજ યુનિવર્સિટી ની 20 સભ્યોની ટીમના સથવારે તેમજ વિવિધ કોલેજોના પ્રોગ્રામ ઓફિસરો તથા વિદ્યાર્થીઓના સહકારથી સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી .
અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર ભારતમાં આદિવાસી અસ્મિતા ની થીમ ઉપર દેશભરમાં આ પહેલી વહેલી NIC શિબિર યોજાઈ છે જે નોંધવું જ રહ્યું .આ શિબિરમાં ગુજરાત સહિત કુલ નવ રાજ્યના 188 થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

રિપોર્ટર, વિનોદ પગી પંચમહાલ


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.