પડધરીઃ મોટા રામપર ગામે ગૌચરની જમીન પરથી દબાણ હટાવાયું - At This Time

પડધરીઃ મોટા રામપર ગામે ગૌચરની જમીન પરથી દબાણ હટાવાયું


પડધરીના મોટા રામપર ગામે ગૌચરની જમીન પર દબાણ કરવામાં આવ્યું હતું રાજકોટ જામનગર હાઈવે સદભાવના વૃદ્ધાશ્રમ સામે ગૌચરની જગ્યા પર દબાણ કરવામાં આવ્યું હતું તે વર્ષોથી આ જગ્યા પર દબાણ કરવામાં આવ્યું હતું જેને લઈ સ્થાનિક ખેડૂતો ને નદી કાંઠે મોટર ચાલુ બંધ કરવા જવાના રસ્તા પર દબાણ કરવામાં આવ્યું હતું. જેને લઈ તંત્ર દ્વારા અનેકવાર નોટિસો પણ આપવામાં આવી હતી વર્ષો પહેલા આ જગ્યા પર તંત્ર દ્વારા દબાણ દૂર કરી તે જગ્યા પર સદભાવના વૃદ્ધાશ્રમના વૃદ્ધ વાવવામાં આવ્યા હતા. સ્થાનિક દબાણ કરે આ વૃક્ષને ઉખેડીને નદીમાં ફેંકી દીધા હતા આ જગ્યા પર ફરીથી દબાણ કરવામાં આવ્યું હતું જે ખેડૂતોને હાલાકી ના સામનો કરવો પડતો હતો. જેને લઈ ખેડૂતો દ્વારા રામપર ગામ પંચાયતને ને રજૂઆત કરવામાં આવી હતી તે રજૂઆતને ધ્યાને લઈ તંત્ર દ્વારા આ જગ્યા પર જસીબીની HEE દ્વારા બનાવવામાં આવેલ મકાન પર તોડી પાડવામાં આવ્યું હતું. તમામ જગ્યાઓ ખુલ્લી કરવામાં આવી હતી ગ્રામ પંચાયત દ્વારા દબાણ દૂર કરતી વખતે તાલુકાપંચાયતના અધિકારી. પડધરી પીએસઆઈ તેમજ તેમનો સ્ટાફ. પડધરી પીજીવીસીએલના અધિકારીઓ. ગ્રામ પંચાયતના સરપંચ તેમજ મંત્રી આ જગ્યા ઉપર ઉપસ્થિત રહ્યા હતા. આ દબાણ દૂર કરવામાં આવ્યું હતું

રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના મોટા રામપર ગામે ગૌચરના સર્વે નંબર ૬૮૦માં ખેડુતોને નડતરરૂપ એક દબાણ તાલુકા વિકાસ અધિકારી પડધરીના માર્ગદર્શન હેઠળ મોટા રામપર ગ્રામ પંચાયત દ્વારા દૂર કરવામાં આવેલ છે. આ દબાણ દૂર થવાથી મોટા રામપર ગામના ખેડૂતોને ખેતપિયત કરવા બાબતના રસ્તાના પ્રશ્નનું નિરાકરણ થયેલ છે. આ કામગીરીને મોટા રામપર ગામના ગ્રામજનોએ બીરદાવેલ છે.

રિપોર્ટર - નિખીલ ભોજાણી


9998680503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image