જસદણમાં ભાગવત કથા દડવામા શિવ કથા સમાધી મંદિર ગૅલમાતા મંદિર મા રાજકોટ લૉકસભાના ઉમેદવાર પરષોત્તમભાઇ રૂપાલાએ કથા શ્રવણ દર્શન નૉ લાભ લીધૉ - At This Time

જસદણમાં ભાગવત કથા દડવામા શિવ કથા સમાધી મંદિર ગૅલમાતા મંદિર મા રાજકોટ લૉકસભાના ઉમેદવાર પરષોત્તમભાઇ રૂપાલાએ કથા શ્રવણ દર્શન નૉ લાભ લીધૉ


મોટા દડવા ગામે સમસ્ત ધિગેશ્વર મહાદેવ આનંદદાસ આશ્રમમાં વિખ્યાત કથાકાર ગીરીબાપુ ના વ્યાસ પીઠૅ ચાલતી શિવ કથામાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી અને રાજકોટ લોકસભાના લોકલાડીલા ઉમેદવાર પુરુષોત્તમભાઈ રૂપાલાએ કથા શ્રવણ નો લાભ લીધો હતો જસદણમાં ચાલતી રૂપારેલિયા પરિવારની ભાગવત કથામાં રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમભાઈ રૂપાલાએ ખાસ હાજરી આપી પ્રસંગની શોભા વધારી હતી તેમજ ચિતલીયા રોડ ઉપર આવેલ શ્રી ગેલી અંબે માતાજી મંદિરના દર્શન કરી અને ધન્યતા અનુભવી હતી અને ખૂબ જ હળવાશ અનુભવી હતી આ સમયે જસદણ સ્ટેટ સત્યજીત કુમાર ખાચર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અશોકભાઈ ધાધલ જસદણ તાલુકા પંચાયતના સદસ્ય શાંતુભાઈ ધાધલ પૂર્વ નગર સેવક અને પૂર્વ એપીએમસીના ડિરેક્ટર નરેશભાઈ ચૉહલીયા તથા રાજકોટ જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન વસાણી તેમજ ગુજરાત સરકારના પૂર્વ ગ્રામીણ વિકાસ મંત્રી અને કેન્દ્ર સરકારના પૂર્વ કૃષિ મંત્રી તથા રાજકોટ લોકસભાના સાંસદ મોહનભાઈ કુંડારિયા રાજ્ય સભાના સાંસદ રામભાઇ મોકરિયા તથા ભાજપના આગેવાન ભરતભાઈ બોઘરા તથા ભાજપના અગ્રણી આગેવાન ધીરુભાઈ ભાયાણી અને ભાજપના તમામ હોદ્દેદારો આગેવાનો સાથે રહી વિવિધ ધાર્મિક પ્રસંગની શોભામાં વધારો કર્યો હતો મુખ્યત્વે તેમણે રાજકીય નહી પણ તેમણે પ્રાસંગિક પ્રવચન કરતા ભાવિકજનોએ પણ ધન્યતા અનુભવી હતી ઉલ્લેખનીય છે કે જસદણ પંથકનાં પ્રવાસ દરમિયાન રૂપાલાજી ઍ શ્રી ગેલ અંબાજી માતાજીના મંદિરએ દર્શન પણ કર્યાં હતાં આ ઉપરાંત વિરનગર ગામોનો પ્રવાસ પણ કર્યો હતો ત્યારે વીર નગર તાલુકા પંચાયતના સદસ્ય શાંતિભાઈ ધાધલના નિવાસ્થાને પણ રૂપાલાજી એ પધાર્યા હતા ગેલ માતા મંદિરે ભરતભાઈ છાયાણી રૂપારેલીયા પરિવારમાં અલ્પેશભાઈ જયતા બાપુના મંદિરે દરબાર સાહેબ મોટા દડવા ગામે ગિરધરભાઈ વેકરીયા ભુપતભાઈ વાળા મનુભાઈ લાવડીયા સહિત વિવિધ સમાજના આગેવાનો કાર્યકર્તાઓ ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.