જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ-સાહેલી દ્વારા કુપોષિત બાળકોને પોષણ યુક્ત આહાર કીટનું વિતરણ કરાયું - At This Time

જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ-સાહેલી દ્વારા કુપોષિત બાળકોને પોષણ યુક્ત આહાર કીટનું વિતરણ કરાયું


જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ-સાહેલી દ્વારા કુપોષિત બાળકોને પોષણ યુક્ત આહાર કીટનું વિતરણ કરાયું

જનસેવા અને સંસ્કારનું સિંચન કરતી તથા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતી આંતરરાષ્ટ્રીય સેવા સંસ્થા જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન સલગ્ન જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ-સાહેલી દ્વારા તા.૧૬/૭/૨૩ના રોજ કવિશ્રી બોટાદકર ન.પ્રા. શાળા અવેડા ગેઇટ બોટાદ ખાતે કુપોષણ હટાવો તંદુરસ્તી લાવો પ્રોજેક્ટ અન્વયે કુપોષિત બાળકો ને પોષણ યુક્ત આહાર કીટનું વિતરણ કરવામાં આવેલ જેમાં ચણા,ગોળ,શીંગ દાણા,બોર્નવિટા પાવડર આપવામાં આવેલ આ પ્રસંગે જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ સાહેલી ના પ્રમુખ હેમલતા બેન દેસાઈ,યુનિટ ડીરેક્ટર ગ્રીન સી.એલ.ભીકડીયા,ઉપ પ્રમુખ દિનાબેન વડોદરીયા,સેક્રેટરી સોનલબેન આદેસરા,નાદિરાબેન દરેડીયા,આશાબેન રાજગોર,રંજનબેન ઉપાધ્યાય,પરેશ ભાઈ દરજી,મનસુરભાઈ ખલ્યાણી વગેરે ઉપસ્થિત રહેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.