ડાંગરના પાકને કરમોડી, બ્લાસ્ટ અને બદામી ટપકાં જેવા ફૂગજન્ય રોગોથી બચાવવા ખેતી નિયામકશ્રી દ્વારા માર્ગદર્શિકા જાહેર - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/widaonlsfkcelugi/" left="-10"]

ડાંગરના પાકને કરમોડી, બ્લાસ્ટ અને બદામી ટપકાં જેવા ફૂગજન્ય રોગોથી બચાવવા ખેતી નિયામકશ્રી દ્વારા માર્ગદર્શિકા જાહેર


ડાંગરના પાકને કરમોડી, બ્લાસ્ટ અને બદામી ટપકાં જેવા ફૂગજન્ય રોગોથી બચાવવા ખેતી નિયામકશ્રી દ્વારા માર્ગદર્શિકા જાહેર

ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ડાંગરના પાકમાં વિવિધ ફૂગજન્ય રોગો જોવા મળ્યા છે. આ રોગોથી ડાંગરને બચાવી ખેડૂતો તેમની ઉપજના સારા ભાવ મેળવી શકે તે માટે ખેતી નિયામકશ્રી દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં ડાંગરના પાકમાં કરમોડી, બ્લાસ્ટ અને બદામી ટપકાં જેવા ફૂગજન્ય રોગો જોવા મળતા હોય છે. ખેડૂતો તેમની ઉપજને બચાવીને સારા ભાવ મેળવી શકે તે માટે કેટલાક સાવચેતીના પગલા ભરી શકાય છે. જેના માટે ૧ કિ.ગ્રા. બીજ દીઠ ૩ ગ્રામ કેપ્ટાન, થાયરમ કે કાર્બેન્ડાઝીમ જેવી દવા આપીને જ બીજ વાવવાનું. જયારે સુકારા રોગ માટે ૨૫ કિ.ગ્રા. બીયારણ માટે ૨૪ લી. પાણીમાં ૬ ગ્રામ સ્ટ્રેપ્ટોસાયકલીન + ૧૨ ગ્રામ પારાયુકત દવા (એમીસાન)ના દ્રાવણમાં બીજને ૧૦ કલાક બોળી રાખ્યા બાદ છાંયે સૂકવીને પછી જ વાવણી કરવાથી ડાંગરને રોગથી બચાવી શકાય છે તેમ, ખેતી નિયામકશ્રીની માર્ગદર્શિકામાં જણાવાયું છે.
વધુમાં જણાવ્યાનુસાર, રોગના લક્ષણો પાનની ટોચ પરથી શરૂ થાય છે. પાન ટોચની ભાગેથી ઊભી પટ્ટી આકારે નીચેની તરફ એક અથવા બન્ને ધારેથી બદામી રંગમાં ટોચથી નીચે તરફ ઉધા ચિપિયા આકારે સુકાતા નીચેની તરફ ધીમે ધીમે આગળ વધે છે. રોગને અનુકુળ વાતાવરણમાં ઝાકળમાં રોગના જીવાણું પાનની સપાટી પર આવતાં મનુષ્ય કે પક્ષીના સંપર્કથી પરા ખેતરમાં ફેલાય છે., દવાના વપરાશ વખતે લેબલ મુજબ આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ માટેની દવા છે તે ભલામણ મુજબ જ અનુસરવા ખેડૂતો મિત્રોને જણાવાયું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]