રાજકોટમાં ભાજપનો આગેવાન ફ્રૂટના ધંધાર્થીના રૂ.21 લાખ ચાઉં કરી ગયો - At This Time

રાજકોટમાં ભાજપનો આગેવાન ફ્રૂટના ધંધાર્થીના રૂ.21 લાખ ચાઉં કરી ગયો


મવડી પ્લોટના ઉદયનગરમાં રહેતા પરેશભાઈ રામભાઈ પરમાર (ભરવાડ) (ઉ.વ.42)એ ભાજપ આગેવાન રજાક આમદભાઈ આગવાન(રહે.જૂનીજેલ રોડ,નવા ઘાંચીવાડ, રામનાથપરા, રાજકોટ) પાસેથી રૂ.21 લાખ આપી પ્લોટ ખરીદ્યો હતો.જે નિયત સમયે પ્લોટ પરત નહીં આપી કે નાણાં પણ પરત નહીં આપી છેતરપીંડી કરતા બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. પરેશભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું ફ્રુટનો વેપાર ધંધો કરૂ છુ.આજથી બે વર્ષ પહેલા પહેલા મારા મીત્ર ભરતભાઈ ખેંગારભાઈ જાદવ એ મને કહેલ કે તમારે પ્લોટ ખરીદ કરવો હોય
તો મારી ઓળખાણમાં એક ભાઈ છે.જેઓનો પ્લોટ પેડક રોડ ઉપર આર્યનગર ખાતે આવેલ છે.જેથી અમો બન્ને તે વખતે રજાકભાઈ આમદભાઈ આગવાનને મળેલ હતા અને તેઓએ અમોને પેડક રોડ ઉપર આવેલ આર્યનગ2માં પ્લોટ આવ્યો હોય ત્યા લઈ ગયેલ હતા.જે જમીન રેવન્યુ સર્વે નંબર-183 પૈકીની જમીન જેના ટી.પી.સ્કીમ નંબર-8 એફ.પી.નંબર-189 પૈકીની બીનખેતી રહેણાકના પ્લોટ પૈકીની જમીન ચો.વા.200 વાળી જમીન હતી.જે અમોને આ રજાકભાઈ આમદભાઈ આગવાન એ અમને દેખાડી હતી. તેમજ કહ્યું કે આ જમીન મારી માલીકીની છે
જેથી અમોને આ પ્લોટ ગમ્યો હોય જેથી અમોએ આ પ્લોટ લેવાનુ નક્કી કર્યું હતુ.જેથી 2021 ની સાલમાં આ રજાકભાઈ આમદભાઈ આગવાન પાસેથી વેચાણ કરાર કરી અને પ્લોટ ખરીદ કર્યો હતો.જે પ્લોટ 21,00000/-(એકવીસ લાખ) માં ખરીદ કર્યો હતો.જેમા 6 લાખ રૂપીયાનો ચેક સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાનો જેના ચેક નંબર 929262 ના હતા.અને બીજો ચેક જે 8 લાખનો હતો જેના ચેક નંબર-929263 હતા અને એક અઢીલાખનો ચેક મારા સાળા લાલજીભાઈ વેજાભાઈ ટોરીયા (રહે.જેતપુર વાળા)ના નામનો હતો
અને બીજા સાડા ચાર લાખ રૂપીયા મેં મારું સોનાનુ ઘરેણુ વેચીને ભેગા કરી એ રીતે મે કુલ.21 લાખ રૂપીયા આ રજાકભાઈ આગવાનને આપેલ હતા. આ પછી આ રજાકભાઈ આગવાને આ પ્લોટનો કબ્જો આપતા ન હોય કે પ્લોટ નો દસ્તાવેજ કરી આપતા ન હોય આ રજાકભાઈ આગવાને અમોને કહેલ હતુ કે,મારે કીરીટભાઈ બાબીયા પાસેથી જમીનના પૈસા લેવાના છે મારે તમને જે પૈસા આપવાના છે.તે હવે તમે કીરીટભાઈ બાબીયા આપી દેશે અને અમારી મુલાકાત કીરીટભાઈ બાબીયા સાથે પણ કરાવી હતી અને કીરીટભાઈ દ્વારા પણ અમોને પૈસા આપેલ ન હોય
ત્યારબાદ મે રજાકભાઈને કહેલ કે તમે મને પ્લોટનો કબ્જો પણ આપતા નથી અને પૈસા પણ પરત આપતા નથી જેથી મારા પૈસા પરત આપી દો. જેથી અમોને રજાક ભાઈ એ કહેલ કે,હું તમને પૈસા પરત આપી દઈશ અને તે માટે મને 60 દિવસની મુદત આપો અને હું તમને તે બાબતે લખાણ કરી આપીશ.જેથી અમો તેમા એગ્રી થયા હતા અને તા.13/09/2022 ના રોજ આ રજાકભાઈ આમદભાઈ આગવાને અમોને પ્રોમીસરી નોટ નોટરાઈઝ લખી આપી હતી.જેમા પ્રોમીસરી નોટમાં પારા નંબર (2) માં જણાવ્યા મુજબ સૌદો જે રદ કરવામાં આવ્યો હોય
અને તે પૈકીના રૂપીયા 21 લાખ તા.13/09/2022 થી 60 દિવસ માં એટલે કે તા.13/11/2022 સુધીમાં ચુકવી આપવાના તેવુ પ્રોમીસ આપેલ તે રીતેનો કરાર જે પ્રોમીસરી નોટમાં કરેલ હતું. પરંતુ રજાકભાઈ આગવાને પૈસા કે પ્લોટ નહીં આપી છેતરપીંડી કરતા ફરિયાદ નોંધાવી હતી.આ અંગે પીઆઇ આર.જી.બારોટની રાહબરીમાં પીએસઆઇ પી.એ.ગોહેલએ તપાસ આદરી છે.ઉલ્લેખનીય છે કે,આ રજાક પોતે ભાજપનો આગેવાન અને ભાજપના નેતાઓ સાથે ઉઠક બેઠક ધરાવે છે ત્યારે તેમણે આ પ્રકારની છેતરપિંડી કરી હોવાથી ભાજપ પણ તેની સામે શુ એક્શન લે છે તે જોવું રહ્યું!


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.