સંતરામપુર તાલુકાના દલીયાટી ગામના ખુનીને આજીવન કેદ અને ૨૫,૦૦૦ વળતર પેટે ચુકવવાનો દંડ - At This Time

સંતરામપુર તાલુકાના દલીયાટી ગામના ખુનીને આજીવન કેદ અને ૨૫,૦૦૦ વળતર પેટે ચુકવવાનો દંડ


મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના દલીયાટી ગામના આરોપી રણજીતભાઈ સવાભાઈ તાવીયાડે ૨૦૨૦માં ફરીયાદી રાકેશભાઈ વીરસીંગભાઈ તાવીયાડના દાદા પ્રતાપભાઈ નાથાભાઈ તાવીયાડ સાથે ઢોર ચરાવવા બાબતે ઝધડો તકરાર કરી આરોપીએ લાકડીઓના ફટકા મારી મોતને ધાટ ઊતારેલ .આરોપી વિરુધ્ધ સંતરામપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદી ની ફયાઁદ થી આરોપી વિરુધ્ધ ગુનો દાખલ કરીને ગુનાની તપાસ હાથ ધરેલ ને ગુનો બનતો હોઈ પોલીસે આરોપીને અટક કરી ને ચાજઁસીટ કોટઁ માં રજુ કરેલ ને આ કેસ મહીસાગરના એડીશ્નલ સેશન્સ જજની કોર્ટમાં ચાલી જતાં આરોપી વિરુધ્ધ સદર કેસ માં પુરાવાઓ પડતાં ને સરકાર તર્ફે સરકારી વકીલ ચેતનાબેન જી. જોષીની ધારદાર દલીલોને ગ્રાહય રાખી એડીશનલ સેશન્સ જજ મમતાબેન એમ. પટેલે આવા ગુન્હાઓ અટકાવવા સારૂ સમાજમાં દાખલો બેસે તેવો મહત્વનો ચુકાદો આપ્યો હતો . કોર્ટે આરોપી રણજીતસવાતાવિયાડ સદર ગુનામાં તકસીરવાર ઠરાવીને આજીવન કેદ તથા દંડ તેમજ આરોપીએ મ૨ના૨ની પત્નીને રૂા.૨૫,૦૦૦/– વળતર પેટે ચુકવવાનો હુકમ કરેલ છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.