બોટાદ નગરપાલિકા બાકી વેરા મામલે આંકરા પાણીએ વેરાધારકોના નામના શહેરના રસ્તાઓ પર હોડીંગ લગાવ્યા - At This Time

બોટાદ નગરપાલિકા બાકી વેરા મામલે આંકરા પાણીએ વેરાધારકોના નામના શહેરના રસ્તાઓ પર હોડીંગ લગાવ્યા


બોટાદ નગરપાલિકા દ્વારા વેરા વસુલાતને લઈ નવતર પ્રયોગ હાથ ધરાયો 2 લાખથી કરોડ રૂપિયા સુધીના વેરા બાકી હોય તેવા લોકોના નામ સાથેનું હોડિંગ બોલ લગાવવામાં આવેલા હવેલી ચોક પાસે લગાવ્યું તેમ જ જો આ લોકો દ્વારા વેરા નહીં ભરવામાં આવે તો ઢોલ શરણાઈ વગાડી તેમજ જરૂર પડે તો મિલકત જપ્તી સુધીની કામગીરી નગરપાલિકા દ્વારા કરવામાં આવશે ત્યારે બાકી વેરાના મામલે બોટાદ નગરપાલિકા દ્વારા કરેલી કામગીરીને શહેરીજનોએ સારો વિચાર ગણાવ્યો હતો બોટાદ નગરપાલિકા દ્વારા શહેરમાં વેરા વસુલાત માટે અવારનવાર કામગીરી કરવામાં આવતી હોય છે તેમ છતાં અનેક એવા લોકો છે જે વેરો ભરતા નથી જેના કારણે નગરપાલિકા દ્વારા કડક પગલાં ભરવામાં આવતા હોય છે ત્યારે બોટાદ નગરપાલિકા દ્વારા હાલ તો એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે જેમાં શહેરી વિસ્તારોમાં વેપારીઓ દુકાનદારો જીનિંગ મિલ માલિકો કે પછી રેણા કી મકાનમાં જેમનો વેરો બે લાખથી કરોડ રૂપિયા સુધીનો બાકી હોય તેવા લોકોના નામ સાથેનું હોડિંગ બેનર શહેરમાં આવેલા હવેલી ચોક પાસે લગાવવામાં આવ્યું છે બોટાદ શહેરમાં આવેલા અલગ અલગ વોર્ડમાં વેરો ન ભરાનારના બોર્ડમાં નામ લખવામાં આવ્યા હતા. જેને લઇ ચીફ ઓફિસર દ્વારા જણાવેલું કે પાછલા ઘણા વર્ષોથી જેનો વેરો બાકી હોય તેના વસુલાતની ઝુંબેશ ચાલી રહી છે તેના ભાગરૂપે જેનો ₹2,00,000 થી 1 કરોડ સુધીનો વેરો બાકી હોય તેવા મિલકત ધારકોનો હોર્ડિંગમાં નામ લખવામાં આવ્યા છે આગામી દિવસોમાં વધુ કડક પગલાં લેવામાં આવશે જેમાં ઢોલ વગાડવા મિલકત જપ્તી કરવી નળ કનેક્શન કરવા સહિતની કામગીરી કરવામાં આવશે તેમ ચીફ ઓફિસર પીજી ગૌસ્વામી એ જણાવ્યું હતું.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.