રાજકોટ પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા રાયોટીંગ તથા એટ્રોસીટીના ગુનાના આરોપીને પકડી પાડવામાં આવેલ. - At This Time

રાજકોટ પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા રાયોટીંગ તથા એટ્રોસીટીના ગુનાના આરોપીને પકડી પાડવામાં આવેલ.


રાજકોટ શહેર તા.૨૯/૮/૨૦૨૨ ના રોજ રાજકોટ શહેર પીરવાડી જુના ગણેશનગર ખાતેથી નાસતા ફરતા આરોપીને પકડવામાં આવેલ હોય. જેતપુરમાં ભાદર કાંઠે રહેતાં કાજલબેન વિઠ્ઠલભાઇ ચાવડાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર તા.૧૨/૬/૨૦૨૨ ના તે બાઇક લઈ પુત્ર સાથે ફુલવાડીમાં આઇસ્ક્રીમ લેવા નીકળેલ ત્યારે ભાદર સામા કાંઠે ભાદરના પુલ ઉપર ગોંડલ દરવાજા બાજુથી એક સાથે ૪ ફોર વ્હીલ આવેલ અને તેમને ઘેરી જેમાથી રાજકોટ રહેતો સબીર ઉર્ફે સબલો સહિતના શખ્સો તલવાર અને પાઇપ જેવા હથિયાર સાથે ઉતરી તારી બેનને કોની હવા છે કહી તેમની પર હુમલો કરવાનો પ્રયાસ કરી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી નાશી છૂટયા હતાં. જે અંગેની IPC કલમ-૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯,૩૨૩,૪૨૭,૨૯૪(બી),૫૦૬(૨), તથા એટ્રોસીટી એક્ટ ૧૯૮૯ કલમ-૩(૧)RS,૩(૨),૫(એ) ફરિયાદ પરથી છેલ્લાં અઢી માસથી ફરાર શબ્બીર ઉર્ફે સબલો ઇકબાલ લોદી પઠાણ ઉ.૨૧ ને રાજકોટ પેરોલ ફર્લો સ્કોડના PI બી.ટી.ગોહિલ અને ટીમે દબોચી જેતપુર સીટી પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી હતી.

રિપોર્ટર. દિલીપ પરમાર રાજકોટ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.