રાજકોટ શહેર દેશી બનાવટની પિસ્તોલ સાથે એક શખ્સને પકડી પાડવામાં આવેલ. - At This Time

રાજકોટ શહેર દેશી બનાવટની પિસ્તોલ સાથે એક શખ્સને પકડી પાડવામાં આવેલ.


રાજકોટ શહેર તા.૨૯/૮/૨૦૨૨ ના રોજ રાજકોટ શહેરના કોઠારીયા સોલ્વન્ટ પાસે તાલુકા પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યારે રસુલપરામાંથી બાતમીને આધારે નામચીન શખ્સને હથીયાર સાથે ત્રીજી વખત ઝડપી લઈ પુછતાછ કરવામાં આવી રહી છે. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ, તાલુકા પોલીસ મથકના PSI એન.કે.રાજપુરોહીત, ASI આર.બી.જાડેજા સહીતના સ્ટાફે બાતમીને આધારે કોઠારીયા સોલ્વન્ટના રસુલપરામાંથી નામચીન જાહીદ ઉર્ફ જાવલો અબ્દુલભાઈ દલ ને અટકાવી તલાસી લેતા તેને નેફામા ભરાવેલી દેશી બનાવટની પિસ્ટલ મળી આવતા તેની ધરપકડ કરી રૂ.૧૦ હજારની કીંમતનુ હથીયાર કબ્જે કરવામાં આવ્યું હતું. પોલીસે તપાસ કરતા જાહીદ અગાઉ હત્યાના પ્રયાસ, મારકુટ અને ધમકી સહિત ૨ વખત હથીયાર સહીત ૭ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો હોવાનુ બહાર આવતા પોલીસે પુછતાછ કરતા તેને અગાઉ અવસાન પામેલા રામલા નામના શખ્સ પાસેથી હથિયાર લીધું હોવાનું જણાવ્યું હતું.

રિપોર્ટર. દિલીપ પરમાર રાજકોટ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.