સાળંગપુર શતામૃત મહોત્સવ: વડીલ સંતોના હસ્તે અખંડ મહાધૂનનો પ્રારંભ, 140 ગામના મંડળો સાત દિવસ સવારેથી સાંજ સુધી ધૂન કરશે - At This Time

સાળંગપુર શતામૃત મહોત્સવ: વડીલ સંતોના હસ્તે અખંડ મહાધૂનનો પ્રારંભ, 140 ગામના મંડળો સાત દિવસ સવારેથી સાંજ સુધી ધૂન કરશે


સાળંગપુર શતામૃત મહોત્સવ: વડીલ સંતોના હસ્તે અખંડ મહાધૂનનો પ્રારંભ, 140 ગામના મંડળો સાત દિવસ સવારેથી સાંજ સુધી ધૂન કરશે

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત, શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી સાળંગપુરધામ આયોજિત, વડતાલ ગાદીનાં પ.પૂ.ધ.ધુ.1008 આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજનાં આશિષથી વિશ્વ વિખ્યાત સાળંગપુર હનુમાનજી મંદિરમાં શતામૃત મહોત્સવ અંતર્ગત સાળંગપુરમાં શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીની મૂર્તિ પ્રતિષ્ઠાને 175 વર્ષ થતાં શતામૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. જે અંતર્ગત આજે વડીલ સંતો દ્વારા મહાધૂનનો પ્રારંભ કરાયો છે. જેમાં 140 ગામના અલગ-અલગ મંડળો સતત સાત દિવસ સુધી સવારે 7 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી રામધૂન, સ્વામિનારાયણ ધૂન, હનુમાન ચાલીસા અને સુંદરકાંડનો પાઠ તથા ધૂન કરશે.
140 ગામના અલગ અલગ મંડળો દ્વારા અખંડ મહાધૂનનો પ્રારંભ:
શ્રી કષ્ટભંજન દેવ શતામૃત મહોત્સવ અંતર્ગત વિશ્વ શાંતિ માટે દિવ્ય અખંડ ધૂનનું આયોજન અને દિવ્ય બનાવવાનું કાર્ય કરશે. અખંડ મહાધૂનમાં 1. શ્રી રામધુન, 2. શ્રી સ્વામિનારાયણ ધૂન, 3. હનુમાન ચાલીસા અને સુંદરકાંડનો પાઠ તથા ધૂન થઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે, શ્રી વેદાંત સ્વામીના માર્ગદર્શન હેઠળ આ આયોજન કરાયું છે. તેમના જણાવ્યા અનુસાર, ચાર અલગ-અલગ ડોમમાં આ ધૂન થઈ રહી છે. દરેક ડોમમાં આશરે 150થી વધુ ભક્તો ધૂન કરી રહ્યા છે. આશરે 140 ગામના અલગ અલગ મંડળો દ્વારા આ ધૂન યોજવામાં આવશે. ધૂનનો સમય સવારે 7 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધીનો છે અને અખંડ ધૂનની વ્યવસ્થામાં 150થી વધારે સ્વયંસેવકો સેવા કરી શ્રી કષ્ટભંજન દેવ નો રાજીપો પ્રાપ્ત કરશે.

બોટાદ બ્યુરો ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.