થનગનતા રાજકોટના પ્રખ્યાત નીલ સિટી ક્લબમાં દાંડિયારાસની મોજ, 10 હજાર ખેલૈયા મન મૂકીને ઝૂમ્યા - At This Time

થનગનતા રાજકોટના પ્રખ્યાત નીલ સિટી ક્લબમાં દાંડિયારાસની મોજ, 10 હજાર ખેલૈયા મન મૂકીને ઝૂમ્યા


માતાજીની આરાધનાનું મહાપર્વ એટલે નવરાત્રિ.. રાજકોટમાં સોમવારથી નવરાત્રિના પાવન પર્વની શરૂઆત થઈ ચૂકી છે. કોરોનાનાં બે વર્ષ બાદ આ વર્ષે લોકોએ મન ભરીને નવરાત્રિની ઉજવણી કરવાનું શરૂ કરી દીધું છે. પ્રથમ નોરતાના દિવસે જ મોટી સંખ્યામાં ખેલૈયાઓએ ગરબે ઘૂમી મન ભરી ગરબાનો આનંદ માણ્યો હતો. સૌરાષ્ટ્રના સૌથી મોટા અને સૌથી પ્રખ્યાત એવા રાજકોટ NCC દાંડિયા, એટલે કે નીલ સિટી ક્લબ દાંડિયા- 2022નાં આકાશી દૃશ્યો, જ્યાં 10 હજાર ખેલૈયા મન મૂકીને ગરબાના તાલે ઝૂમ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.