શું તમે જાણો છો ?એક પુસ્તક,એક પેન,એક બાળક અને શિક્ષક વિશ્વને બદલી શકે - At This Time

શું તમે જાણો છો ?એક પુસ્તક,એક પેન,એક બાળક અને શિક્ષક વિશ્વને બદલી શકે


એક પુસ્તક,એક પેન,એક બાળક અને શિક્ષક વિશ્વને બદલી શકે છે વિદ્યાર્થીના શિક્ષણ ઉપરાંત ચારિત્ર્ય ઘડતરમાં શિક્ષકો હંમેશા પ્રેરણાદાયી રહેશે -

આજે 5 મી સપ્ટેમ્બર પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર રાધાકૃષ્ણનનો જન્મદિવસ શિક્ષક દિન તરીકે ઉજવાશે.
શિક્ષક સમાજનો એક ભાગ છે જે આવનાર સમાજનું નિર્માણ કરે છે. શિક્ષક એટલે એક સમુદ્ર જ્ઞાનનો પવિત્રતાનો એક અંદરનો યુક્ત ખૂણો દરેક વ્યક્તિના મનનો ખુણો,શિક્ષક અપૂર્ણને પૂર્ણ કરનારો, શિક્ષક શબ્દથી જ્ઞાન વધારનારો શિક્ષક, જીવન ઘડનારો શિક્ષક તત્વથી મૂલ્ય ફૂલાવનારો,એક બાળકને સારું અને સામાજિક બનાવવાનું કામ એક શિક્ષક થી વધારે સારું કોઈ કરી શકતું નથી વ્યક્તિના જીવનને શ્રેષ્ઠ બનાવવામાં માતા-પિતા પછી શિક્ષકોનું અમૂલ્ય યોગદાન હોય છે. એક બાજુ જ્યાં સ્કૂલ-કોલેજના શિક્ષક આપણને સાચી દિશા બતાવે છે તો ત્યાં જ સંસ્થાઓની બહાર પણ આપણને જીવનની દરેક પરિસ્થિતિમાં અલગ-અલગ રૂપે શિક્ષક મળે છે.દેશ દુનિયાનો પ્રેરણાદાયી વ્યક્તિત્વ હોય તો તે શિક્ષક છે. જીવન જીવવાની કળા બતાવે તે શિક્ષક. શિક્ષક દિને મારા જીવન જીવવામાં જે કોઈ ગુરુજનો શિક્ષકો કે મિત્રોએ મારા જીવનમાં એવા તબક્કે પ્રેરણા અને માર્ગદર્શન પૂરા પાડ્યા છે એ જેનાથી હું સફળ જીવન જીવવાની કેડી કંડારી શક્યો મારા જીવન માટે મારા માતા પિતાનો ઋણી છું પણ મારા જીવનને સફળ બનાવવામાં અને જીવન જીવવાનો રાહ બતાવ્યો છે તે તેવા શિક્ષકોનો ઋણી છું. શિક્ષક મીણબત્તી જેવા હોય છે જે ખુદને બાળીને વિદ્યાર્થીઓનું જીવન રોશન કરે છે શિક્ષક અને સડક એક સમાન હોય છે પોતે ત્યાં ને ત્યાં જ રહે છે પણ બીજાને તેમની મંઝિલ સુધી પહોંચાડી દે છે. શિક્ષક એક ભાવિ પેઢીનો શિલ્પકાર છે તેમના વડે જ આપણને જ્ઞાન અને વિશ્વ પ્રત્યેનો સકારાત્મક દ્રષ્ટિકોણ મળે છે.આપણા ગુરુ અને શિક્ષકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો આ દિવસ છે.
ગુરૂરબ્રહ્મા ગુરૂ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરૂ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ
શિક્ષક એટલે એક સમુદ્ર બાળકોની અંદર રહેલી શક્તિઓને વિકસિત કરવાની આંતરિક શક્તિ .શિક્ષક એટલે એક સમુદ્ર બાળકોની અંદર રહેલી શક્તિઓને વિકસિત કરવાની આંતરિક શક્તિને વિકસિત કરે છે તે પ્રેરણાના ફુવારાથી બાળક રૂપી મનને સિંચન કરીને તેના પાયાને મજબૂત કરે છે અને તેના સર્વાંગીય વિકાસ માટે માર્ગદર્શન કરે છે પુસ્તકી જ્ઞાનની સાથે નૈતિક મૂલ્યો અને સંસ્કાર રૂપી શિક્ષાના માધ્યમથી એક ગુરુ જ શિક્ષકના સારા ચારિત્ર્યનું ઘડતર કરી શકે છે. એકલવ્યએ દ્રોણાચાર્યને પોતાના માણસ ગુરુ બનાવીને તેમની મૂર્તિને પોતાની સામે મુકીને ધનુર્વિદ્યા શીખી આ ઉદાહરણ દરેક શિષ્ય માટે પ્રેરણાદાયક છે તેમજ ભગવાન શ્રીરામ અને શ્રીકૃષ્ણએ શિક્ષા મેળવવા માટે બાળપણમાં જ પોતાનું ઘર છોડીને શિક્ષા મેળવી અને પોતાના જીવનને સાર્થક બનાવ્યુ વિદ્યા જેવું અમૂલ્ય ધન મેળવવા માટે આપણે હંમેશા એક સારા ગુરુજી શોધ કરતા આવ્યા કારણ કે એક સારા શિક્ષક જ આપણા ભવિષ્યનું નિર્માણ કરી શકે છે વિદ્યાર્થીઓનું જીવન ખરા અર્થમાં આનંદીત બને અને તેનો પ્રભાવ સમાજ રાષ્ટ્ર સુધી વિસ્તરે પરિણામે આનંદમય સમાજ ની સંકલ્પના વાસ્તવિકતા બને તે શિક્ષકોનું અને આપણા સૌનુ ધ્યેય છે. શ્રેષ્ઠ શિક્ષક તરીકે દેશના ભાવિ નાગરિકો વિદ્યાર્થીઓમાં વાત્સલ્ય કરુણા અને શિસ્તનું અમે સિંચન કર્યું છે તેવાં આપ સર્વે શિક્ષકો અને ગુરુજનોને પ્રેરણાદાયી અને દીર્ઘદ્રષ્ટિથી શિક્ષણ ક્ષેત્રે જન ચેતના જગાડી રચનાત્મક અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ થકી સારા સમાજનું નિર્માણ થશે. આપે પ્રમાણિકતા અને નિષ્ઠા અને ચોક્કસ ધ્યેય સાથે સમાજ પ્રત્યે લાગણી વેદના સંવેદનાનુ સિંચન કર્યું છે. આપે વિદ્યા વાટિકાના માળી બની વિદ્યાર્થીઓને માતા સરસ્વતીના સાચા બનાવવાનો જ્ઞાન યજ્ઞ આરંભ્યો છે તે બદલ વંદન અભિનંદન સાથે દરેક શિક્ષકો અને ગુરુજનોને શુભેચ્છાઓ.

રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.