મેટોડાના એટીએમમાં ચોરીનો પ્રયાસ, દરવાજો તોડી લોક તોડવા પ્રયાસ : રાજકોટના યુવાનની ધરપકડ - At This Time

મેટોડાના એટીએમમાં ચોરીનો પ્રયાસ, દરવાજો તોડી લોક તોડવા પ્રયાસ : રાજકોટના યુવાનની ધરપકડ


મેટોડા જીઆઇડીસી વિસ્તારમાં એક એટીએમમાં ચોરીનો પ્રયાસ થયો હતો. રવિવારે વહેલી સવારે 3 વાગ્યા આસપાસની ઘટનામાં યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના બ્રાંચ મેનેજરની ફરિયાદના આધારે લોધિકા પોલીસે તપાસ હાથ ધરતા દર્શન ગઢિયા નામના રાજકોટના યુવાનની ધરપકડ કરાઈ છે.
ફરિયાદમાં યુનીયન બેંક ઓફ ઈન્ડીયાના મેટોડા બ્રાંચના મેનેજર હિતેષ પ્રમોદભાઈ પાંડે (ઉ.વ.33)એ જણાવ્યું કે, તેઓ હાલ મેટોડા જી.આઈ.ડી.સી ગેઈટ નં-3 ની સામે રિયલ હાઈટસ ના એપાર્મેન્ટમાં રહે છે. મૂળ બરેલી ઉત્તર પ્રદેશના છે. મેટોડા જીઆઇડીસી ગેઇટ નં.2 મા વિરલ એવન્યુ પ્લોટ નં.101 સી આવેલ યુનીયન બેંક ઓફ ઇન્ડીયામાં છેલ્લા ચાર મહિના થી સીનીયર મેનેજર તરીકે નોકરી કરે છે.
તા.12/11 2022ના રોજ સવારે તેઓ બેંકે આવ્યા ત્યારે કર્મચારીઓએ જાણ કરેલી કે, બેંકના એ ટી.એમ માંથી પૈસા કાઢવા નો પ્રયત્ન થયો છે. ચેક કરતા બહારનો દરવાજો તુટેલ હતો અને અંદર દરવાજો તોડવાની અને કોઈ હથીયારથી કાપવાનો પ્રયાસ કરેલ હોય તેવા નિશાન જોવા મળેલ. જેથી લોધિકા પોલીસને જાણ કરેલ અને સીસીટીવી ચેક કરતા તા.11/12/2022 ના રાત્રીના ત્રણ વાગ્યાને આઠ મીનીટે એ.ટી.એમ.ના મશીન રૂમમાં એક અજાણ્યા માણસ મોઢે સફેદ કારની રૂમાલબાંધીને કટર જેવું તીક્ષણ હથીયાર લઈને આવેલ અને એ.ટી.એમ ની બહારનો દરવાજો નો લોક તોડતો અને અંદરનો દરવાજો (વોટ શેર) તીક્ષણ હથીયાર થી તોડતો જોવામાં આવેલ. આમ આરોપીએ ચોરીનો પ્રયાસ કર્યો હતો. સાથે 60,000 જેવું નુકસાન પણ કર્યું હોય ગુનો દાખલ થયો છે. લોધિકા પોલીસે તપાસ કરી રાજકોટના દર્શન ગઢિયા નામના યુવાનની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.