ભરૂચ જીલ્લા લિગલ સેલ સભ્ય ભા.જ.પા સભ્યએ સાંસદ અને ધારાસભ્યને પત્ર લખ્યો.
ભરૂચ જીલ્લા લિગલ સેલ સભ્ય ભા.જ.પા (એડવોકેટ એન્ડ નોટરી) સ્નેહલકુમાર. એન. પટેલ દ્વારા ભરૂચ જીલ્લા સાંસદ મનસુખભાઇ વસાવા અને ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રિતેશભાઇ વસાવાને પત્ર લખીને જણાવ્યું કે આદિવાસી જન હિત સમુદાય માટે એવી રજુઆત કરવામાં આવી કે કાયદાની આટીઘુટીઓમાં તેમજ અર્થઘટન યોગ્ય/સચોટ ન હોવાના કારણે ક્યાંક ન્યાય તથા અન્યાય સહન કરવાનો વારો આ આદીવાસી સમુદાયના લોકોને ન કરવો પડે તે હેતુથી કોર્ટ ફ્રી એક્ટના ૨૦૧૪ ના સુધારાની અંદરના અર્થઘટન અંગે અશમજણ હોય તે માટે આદિવાસી હોય પરંતુ BPL રેખામા આવતા હોય તેને જ કોર્ટ ફ્રી માફી મળે બાકીના તમામ આદિવાસી ભાઇઓએ કોર્ટ ફ્રી ફરજીયાત ભરવી પડે.
તેવુ અર્થઘટન થતા કેટલાકને ન્યાય / અન્યાય સહન કરવાનો વારો આવેલ છે. તે બાબતની રજુઆત લેખીતમાં સરકારને ઘ્યાનપર લેવા માટે આપ સાહેબને મોકલેલ છે. જેથી આ વિષયમાં કેટલાક આદિવાસી ભાઇઓએ અમોને આ બાબતની જાણ કરતા જેથી અમોએ આપ સાહેબને આ લેખીતમાં રજુઆત ઘ્યાને લેવા અરજ કરી.
9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.