શ્રી સોમનાથ મંદિરના ભવ્ય ઇતિહાસને ઉજાગર કરતો.. 3ડી-લાઈટ એન્ડ સાઉન્ડ શો.. 22-ઓક્ટોબર-2023થી યાત્રિકોમાટે શરૂ કરવામાં આવશે.. - At This Time

શ્રી સોમનાથ મંદિરના ભવ્ય ઇતિહાસને ઉજાગર કરતો.. 3ડી-લાઈટ એન્ડ સાઉન્ડ શો.. 22-ઓક્ટોબર-2023થી યાત્રિકોમાટે શરૂ કરવામાં આવશે..


સોમનાથ આવતા યાત્રીઓ સોમનાથ મંદિર ના ભવ્ય ઇતિહાસ થી માહિતગાર થાય, કઈ રીતે ચંદ્રદેવના તપથી ભગવાન સોમનાથ આ ભૂમિ પર પ્રગટ થયા, અને ચંદ્ર દેવને શ્રાપ મુક્ત થાય... શું છે ધાર્મિક કથા આ તમામ બાબતોને આધુનિક 3ડી ટેકનોલોજી ના ઉપયોગથી આવનાર યાત્રિકો માહિતગાર થાય તે માટે લાઇટ એન્ડ સાઉન્ડ શો નું નિર્માણ કરવામાં આવેલ. આ શો ચોમાસા દરમિયાન પ્રતિવર્ષ બંધ રહેતા હોય છે. પણ દિપાવલી પુર્વે વિધિવત આ શો યાત્રીઓ માટે શરૂ કરવામાં આવતો હોય છે.

ચોમાસાની સીઝન પૂર્ણ થતા શ્રી સોમનાથ મંદિર ખાતે તા.22 ઓકટોબર થી લાઈટ એન્ડ સાઉન્ડ શો પ્રારંભ થશે.. શો નો સમય સાયં આરતી બાદ સાંજે 7-45 વાગ્યાનો રહેશે. શનિવાર તથા રવિવાર તહેવારોના દિવસોમાં યાત્રી પ્રવાહને ધ્યાને લઇ બે શો યોજવામાં આવશે. જેની સર્વે યાત્રીઓએ નોંધ લેવી.

રીપોર્ટ દીપક જોષી ગીર સોમનાથ પ્રાચી.9825695960


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.