ગીરગંગા પરિવારના દિલીપભાઈ સખીયાને “જળપ્રહરી એવોર્ડ” અર્પણ. - At This Time

ગીરગંગા પરિવારના દિલીપભાઈ સખીયાને “જળપ્રહરી એવોર્ડ” અર્પણ.


રાજકોટ તા. ૧૪-૧૨-૨૦૨૩ ગીરગંગા પરિવારનાં પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયાને તાજેતરમાં દિલ્હી ખાતે એક ભવ્ય સમારોહમાં “જળપ્રહરી એવોર્ડથી” સન્માનવામાં આવ્યા છે. દેશભરમાં જળસંચય ક્ષેત્રે કામ કરતા કર્મશીલોને આ એવોર્ડ એનાયત આપવામાં આવે છે. રાજ્યવાર એક વ્યક્તિની પસંદગી થાય છે.

કેન્દ્ર સરકારના જળ શક્તિ મંત્રાલયનાં સહયોગથી આ એવોર્ડ દર વર્ષે આપવામાં આવે છે. આ વર્ષે ૩૨ વ્યક્તિઓની પસંદગી કરવામાં આવી હતી. એમાં બે ગુજરાતીઓ હતા. સમસ્ત મહાજનનાં ગીરીશભાઈ શાહ અને ગીરગંગા પરિવાર ટ્રસ્ટનાં દિલીપભાઈ સખીયાનું સન્માન કરાયું છે.

દિલ્હીમાં યોજાયેલા આ સન્માન સમારોહમાં જળસંચય ક્ષેત્રે કામ કરનારા અને પાણીની સમસ્યા મુદે સંશોધન કરતા અનેક નિષ્ણાતો ઉપસ્થિત હતા. વિદેશથી પણ કેટલાક રાજદૂત અને નિષ્ણાતો ઉપસ્થિત હતા. પાણી વિષે ચિંતા અને એના ઉપાયો શું એ વિષે વક્તવ્યો થયા હતા.

આ સમારંભમાં દિલીપભાઈ સખીયાનું સન્માન થયું એ સૌરાષ્ટ્ર જ નહિ પણ ગુજરાત માટે ગૌરવની વાત છે.

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સૌરાષ્ટ્રમાં તૂટેલા અને જર્જરિત થયેલા ચેકડેમોને નવસર્જિત કરવાનું અભિયાન ચાલે છે અને

એક વર્ષના ટૂંકા ગાળામાં ૧૨૫ જેટલા ચેકડેમને નવસર્જિત કરવામાં આવ્યા છે. લોકભાગીદારીથી આ કામ ચાલી રહ્યું છે.

અને હવે સંસ્થા દ્વારા ૧૧,૧૧૧ ચેકડેમોનું નવસર્જન કરવાનો સંકલ્પ કરાયો છે..

આ કાર્યને વેગ આપવા માટે સમાજના આગેવાન શ્રી દિનેશભાઈ પટેલ, જમનભાઈ પટેલ, ડૉ. વલ્લભભાઈ કથીરિયા, દિલીપભાઇ લાડાણી, વિરાભાઈ હુંબલ, જે.કે. સરધારા, ભરતભાઇ પરસાણા, જેરામભાઈ વાંસજાળિયા, વસંતભાઈ લીંબાસીયા, વિજયભાઈ ડોબરિયા, રમેશભાઈ ઠક્કર, ભીખુભાઈ વિરાણી, અરવિંદભાઈ પાણ, જગદીશભાઇ કોટડીયા, ભરતભાઇ ભૂવા, પ્રકાશભાઇ કનેરીયા, જિગ્નેશભાઇ પટોડીયા, પ્રતાપભાઈ પટેલ, શિવલાલભાઈ આડ્રોજા, શતીષભાઈ બેરા, નરેન્દ્રસિંહ જાડેજા, અરવિંદભાઈ પટેલ, કમલ નયનભાઈ સોજીત્રા, ઉમેશભાઈ માલાણી, બીપીનભાઈ હદવાણી, નાથાભાઈ કાલરીયા, મૂળજીભાઈ ભીમાણી, ગોપાલભાઈ બાલધા, ભરતભાઇ ગાજીપરા, મિતલભાઈ ખેતાણી, ધીરુભાઈ કાનાબાર, રમેશભાઈ જેતાની, અશોકભાઈ મોલિયા, વિઠલભાઈ બાલધા,ભરતભાઈ પીપળીયા, લક્ષ્મણભાઈ શિંગાળા તેમજ અનેક લોકો દ્વારા આ કાર્યને સફળતામા મદદરૂપ થયેલ છે

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.