સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ નેત્રંગ ખાતે બે દિવસીય સ્પોર્ટસ ડે નું આયોજન કરાયું. - At This Time

સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ નેત્રંગ ખાતે બે દિવસીય સ્પોર્ટસ ડે નું આયોજન કરાયું.


સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ નેત્રંગ ખાતે આચાર્ય ડો.જી.આર.પરમાર, IQAC કૉ.ઓર્ડીનેટર ડૉ.એન.એમ. રાઠવા તથા સપ્તધારા કૉ.ઓર્ડીનેટર ડૉ.સંજયભાઈ વસાવાના માર્ગદર્શન હેઠળ ખેલકૂદ વ્યાયામ-યોગ ધારાના અધ્યક્ષ પ્રા. નિખિલ તમંચે, ઉપાધ્યક્ષ ડો. મોનિકાબેન શાહ અને સ્પોર્ટ્સ કમિટી દ્વારા વિવિધ ડે ની ઉજવણીના ભાગરૂપે તા. ૧૩-૧૨-૨૦૨૪ થી ૧૪-૧૨-૨૦૨૪ સુધી એમ બે દિવસ કોલેજ કક્ષાએ સ્પોર્ટસ-ડેનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સ્પોર્ટસ-ડે નિમિત્તે કબડ્ડી, લાંબીકૂદ અને ઉંચી કૂદ (ભાઇઓ-બહેનો), દોડ (100,200,400,800 મીટર ભાઇઓ-બહેનો), ગોળા ફેંક( ભાઇઓ-બહેનો), ચક્ર ફેંક (ભાઇઓ-બહેનો), બરછી ફેંક(ભાઇઓ-બહેનો), સંગીત ખુરશી, લીંબુ ચમચી વગેરે રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. .

આ પ્રસંગે ઉદઘાટન સમારોહમાં અતિથિ તરીકે નેત્રંગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર. સી. વસાવા ઉપસ્થિત રહી કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો. કોલેજના આચાર્ય ડૉ.જી.આર પરમારે પ્રસંગોચિત વક્તવ્ય આપી વિદ્યાર્થીઓને વિવિધ રમતોમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા. પોલીસ ઇન્સ્પેક્ટર આર. સી. વસાવાએ વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકોના જીવનમાં વ્યાયામ અને રમતોના મહત્વ અને ઉપયોગીતા વિશે વાત કરી હતી તેમજ આમંત્રિત મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા મનમોહનસિંહ યાદવે (વર્ગ-2) વિદ્યાર્થીઓને સ્પોર્ટ્સને લગતી મહત્વપૂર્ણ જાણકારી ઉપલબ્ધ કરાવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રને સફળ બનવામાં સર્વ અધ્યાપક મિત્રોએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.


9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.