106-ગઢડા વિધાનસભા મતવિસ્તારનાં ચૂંટણીની કામગીરી સાથે સંકળાયેલાં પોલીંગ ઓફિસર-1 તથા ફિમેલ પોલિંગ ઓફિસરોની દ્વિતીય તાલીમ યોજાઇ - At This Time

106-ગઢડા વિધાનસભા મતવિસ્તારનાં ચૂંટણીની કામગીરી સાથે સંકળાયેલાં પોલીંગ ઓફિસર-1 તથા ફિમેલ પોલિંગ ઓફિસરોની દ્વિતીય તાલીમ યોજાઇ


તાલીમાર્થીઓને ઇવીએમ-વીવીપેટનાં સંચાલનની કામગીરી સાથે જરૂરી વૈધાનિક ફોર્મની બાબતોથી માહિતગાર કરી રચનાત્મક સૂચનો આપતાં જિલ્લા ચૂંટણી અધિકારી

ગઢડા ખાતે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી વ જિલ્લા કલેક્ટરશ્રી બી.એ.શાહની ઉપસ્થિતિમાં 106-ગઢડા વિધાનસભા મતવિસ્તારનાં ચૂંટણી અધિકારીશ્રી અને સિહોર પ્રાંતશ્રી દિલીપસિંહ વાળાનાં માર્ગદર્શન હેઠળ માસ્ટર ટ્રેનર્સ દ્વારા ચૂંટણી સાથે સંકળાયેલાં તમામ મહિલા મતદાન અધિકારીઓ તેમજ મતદાન અધિકારી-1નો વિસ્તૃત માર્ગદર્શન સહિત તાલીમ વર્ગ યોજાયો હતો. આ દ્વિતીય તાલીમ વર્ગમાં સવારે 9:00થી 12:00 કલાકનાં સેશનમાં 148 પોલિંગ ઓફિસર્સ તેમજ 280 ફિમેલ પોલિંગ ઓફિસરોને તાલીમ અપાઇ તેમજ બપોર પછીનાં સેશનમાં 293 ફિમેલ પોલિંગ ઓફિસરને આગામી વિધાનસભાની ચૂંટણી સંદર્ભે ધ્યાનમાં રાખવા જેવી મહત્વપૂર્ણ બાબતોની સમજ આપવામાં આવી હતી. આ તાલીમમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી બી. એ. શાહએ ખાસ ઉપસ્થિત રહી ચૂંટણી કામગીરીમાં રોકાયેલા સ્ટાફને માર્ગદર્શિત કર્યા હતા.
આ તકે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી વ જિલ્લા કલેક્ટરશ્રી બી.એ.શાહે તાલીમાર્થીઓને ટેક્નિકલ બાબતોની સમજ, ઇવીએમ-વીવીપેટનાં સંચાલન સહિતની કામગીરી સાથે જરૂરી વૈધાનિક ફોર્મની બાબતોથી માહિતગાર કરી રચનાત્મક સૂચનો પણ આપ્યા હતાં.
106-ગઢડા વિધાનસભા મતવિસ્તારનાં ચૂંટણી અધિકારીશ્રી અને સિહોર પ્રાંતશ્રી દિલીપસિંહ વાળાએ તમામ તાલીમાર્થીઓને ચૂંટણીમાં ધ્યાનમાં રાખવા જેવી ઝીણવટપૂર્ણ બાબતો વિશે માર્ગદર્શિત કર્યા હતાં. આ તાલીમમાં ગઢડા, ઉમરાળા અને વલભીપુર એમ ત્રણેય તાલુકાનાં કર્મચારીઓએ તાલીમ મેળવી હતી.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.