શિવમ્ ચક્ષુદાન-આરેણાના માધ્યમથી ચક્ષુદાન-દેહદાનના સંકલ્પપત્ર ભરાયા - At This Time

શિવમ્ ચક્ષુદાન-આરેણાના માધ્યમથી ચક્ષુદાન-દેહદાનના સંકલ્પપત્ર ભરાયા


તા. ૧૭/૫/૨૩ ના રોજ માંગરોળ મુરલીધર વાડી ખાતે સંત શિરોમણી મુકતા નંદબાપુ ના પ્રાગટ્ય દિવસ નિમિત્તે મેગા રક્ત દાન શિબિર નું આયોજન જીવદયા ટ્રસ્ટ સંચાલિત ગૌ રક્ષા સેના-માંગરોળ દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે સંજીવની નેચરલ ફાઉન્ડેશન દ્વારા વૃક્ષ ના રોપા અને ચકલી ના માળા નું વિતરણ કરાયું. માંગરોળ ગાયત્રી પરિવાર દ્વારા ગાયત્રી યજ્ઞ કરવામાં આવ્યો હતો. શિવમ્ ચક્ષુદાન -આરેણા દ્વારા દેહદાન અને ચક્ષુદાન ના સંકલ્પ પત્ર ભર્યા છે.

આજે આ કાર્યક્રમમાં શ્રીમતી બિનાબેન કમલેશભાઈ ગોસ્વામી પોતાના પુત્ર સાથે રક્તદાન કરવા આવ્યા હતા. સાથે સાથે બિનાબેને આ શુભ અવસરે શિવમ્ ચક્ષુદાન -આરેણા ટીમ ને પોતાના દેહદાનનું સંકલ્પ પત્ર આગેવાનો ની હાજરી માં અર્પણ કર્યું છે.

સાથે આ દુનિયામાં કિકી થી જે અંધ લોકો છે એમને નેત્રદાન દ્વારા દ્રષ્ટિ મળે એવા શુભ આશયથી 9 લોકો એ ચક્ષુદાન ના સંકલ્પ પત્ર ભર્યા છે.
ચક્ષુદાનનો સંકલ્પ કરેલ લોકોના નામ નીચે મુજબ છેઃ-
૧)કોટેચા હર્ષાબેન હેમેન્દ્રભાઈ
૨)કોટેચા પરેશભાઈ પોપટભાઈ
૩)કોટેચા ભાવનાબેન પરેશભાઈ
૪)દેવાણી જસવંતીબેન નારણભાઈ
૫)વાળા વરજાંગભાઈ કાનાભાઈ
૬)વાળા રાજીબેન વરજાંગભાઈ
૭)વાળા ઉકાભાઈ વરજાંગભાઈ
૮)વાળા વંદનાબેન ઉકાભાઈ
૯)ઓડેદરા જ્યોતિબેન રામભાઈ
મિત્રો જો આપના ધ્યાનમાં કિકી થી અંધ વ્યક્તિ હોય તો આપ અમોને જાણ કરજો એમને આ ચક્ષુદાન નું પ્રત્યારોપણ કરીને આ દુનિયા બતાવવાનું સદભાગ્ય થી પુણ્ય નું કાર્ય કરશું. પરંતુ એ યાદ રહે કે જે વ્યક્તિ અંધ છે એમની આંખ ના સ્નાયુ ચાલુ હોય, આંખના પડદા મા બિમારી કે બગાડ ન હોય, આંખ નું પ્રેશર નોર્મલ હોય તેમજ અંધાપો કોર્નિયા નો જ હોય એવી વ્યકિત ને સો ટકા નેત્ર દાન દ્વારા દષ્ટિ અપાવી શકાય છે.

સંકલન નાથાભાઇ નંદાણીયા
રિપોર્ટર સુદીપ ગઢિયા
9909622115


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.