જમાદારે બૂટલેગરને કહ્યું, લાખમાં નહીં પતે અહીં DCP, ACP, બે PI, બધાને સાચવવાના હોય તો અમારે ભાગમાં શું આવે ? - At This Time

જમાદારે બૂટલેગરને કહ્યું, લાખમાં નહીં પતે અહીં DCP, ACP, બે PI, બધાને સાચવવાના હોય તો અમારે ભાગમાં શું આવે ?


બૂટલેગર સાથેની વાતચીતની ક્રાઇમ બ્રાંચના જમાદારની ઓડિયો ક્લિપ ફરતી થયા બાદ પોલીસ કમિશનરે DCBના DCPને તપાસ સોંપી.

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ ફરી એક વખત વિવાદમાં આવી છે. ડીસીબીમાં ફરજ બજાવતા વિજયગીરી ગોસ્વામી નામના જમાદારે દારૂના દરોડા બાદ ફરાર થઈ ગયેલા બૂટલેગર હરપાલ ડોડિયાને પકડવા માટે એક વિવાદાસ્પદ બૂટલેગર પ્રતીક ચંદારાણાનો સંપર્ક કરી રૂપિયા 5 લાખની ડિમાન્ડ કર્યાની ક્લિપ ફરતી થઈ છે. જોકે આ ઘટના અંગે ડીસીબીના જમાદારનો સંપર્ક કરતા પોતે પૈસાની માગણી ન કરી હોવાનું અને ભાગી ગયેલો બૂટલેગર સામેથી પોલીસમાં હાજર થઈ જાય તે માટે સંપર્ક કર્યાનો બચાવ કર્યો હતો.

બીજી બાજુ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે આ ઘટના અંગે ક્રાઇમ બ્રાંચના ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલને તપાસ કરવાનો આદેશ કર્યો છે. વાતચીતમાં જમાદાર ગોસ્વામી ચોંકાવનારી હકીકત વિવાદાસ્પદ બૂટલેગરને જણાવી રહ્યા હતા અને કહ્યું હતું કે, ‘અમારે ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી, એસીપી, બે પીઆઈ, પીએસઆઈ તેમજ સ્ટાફને રૂપિયા આપવાના હોય છે.’


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.