પીડિતાએ ઉત્તેજક કપડા પહેર્યા હતા એટલે છેડતીનો ગુનો ન બને : કેરળ કોર્ટે જામીન આપ્યા - At This Time

પીડિતાએ ઉત્તેજક કપડા પહેર્યા હતા એટલે છેડતીનો ગુનો ન બને : કેરળ કોર્ટે જામીન આપ્યા


- કોઝિકોડની જિલ્લા અદાલતનું વિવાદાસ્પદ અવલોકન- ઘટના સ્થળની તસવીરોથી લાગી રહ્યું છે કે આરોપો જુઠા છે, છેડતીનો ગુનો સાબિત કરવા યોગ્ય પુરાવા જરૂરી : જજકોઝિકોડ : કેરળની એક સ્થાનિક જિલ્લા કોર્ટે છેડતીના એક કેસમાં ફરિયાદી મહિલા અંગે જ વિવાદિત નિવેદન આપી દીધુ હતું. કેરળના કોઝિકોડ જિલ્લા કોર્ટના જજ એસ ક્રિષ્નાકુમારે ફરિયાદી મહિલાને કહ્યું હતું કે તસવીરો પરથી લાગી રહ્યું છે કે તમે શારીરિક રીતે ઉત્તેજક કપડા પહેર્યા હતા. આ સાથે જ કોર્ટે આરોપીને જામીન પર છોડી મુક્યો હતો.સિવિક ચંદ્રન નામના એક લેખકની સામે એક મહિલાને કલમ ૩૫૪એની ફરિયાદ દાખલ કરાવી હતી, જેમાં મહિલાએ આરોપ લગાવ્યો હતો કે ચંદ્રને મારી છેડતી કરી છે. બીજી તરફ ચંદ્રન દ્વારા કોઝિકોડ કોર્ટમાં જામીન અરજી કરાઇ હતી, આ દરમિયાન ચંદ્રને ઘટના સમયની કેટલીક તસવીરો જજને બતાવી હતી જેમાં મહિલાની તસવીરો પણ સામેલ હતી. જજે મહિલાની તસવીરો જોઇને કહ્યું હતું કે તમે શારીરિક રીતે ઉત્તેજક  કપડા પહેર્યા હતા.  સાથે જ જજે એમ પણ સ્પષ્ટતા કરી હતી કે પ્રાથમિક દ્રષ્ટીએ જોતા લાગી રહ્યું છે કે કલમ ૩૫૪એ મુજબ ગુનો નથી બની રહ્યો, ૩૫૪એમાં મહિલાની પાસે શારીરિક સંબંધ માટે માગણી કરવી, તેને સ્પર્શ કરવો કે કોઇ પણ રીતે છેડતી કરવીનો સમાવેશ થાય છે. જ્યારે આ મામલામાં એવુ કઇ થયું હોય તેવુ નથી લાગી રહ્યું. આ દરમિયાન જજે એક વિવાદિત ટિપ્પણી પણ કરી હતી અને મહિલાને કહ્યું હતું કે તમે ઘટના સમયે શારીરિક રીતે ઉત્તેજક કપડા પહેર્યા હતા.સેક્શન ૩૫૪એ હેઠળ ફરિયાદ દાખલ થયા બાદ તેને પુરવાર કરવા માટે યોગ્ય પુરાવા હોવા પણ જરુરી છે.  ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો છે કે આરોપી ચંદ્રને ફેબુ્રઆરી ૨૦૨૦માં કોઝિકોડમાં મુદાદીના નંદી બીચ પર અન્ય એક યુવા લેખિકાની શારીરિક છેડતી કરી હતી. અગાઉ પણ આરોપીની સામે શારીરિક છેડતીનો એક કેસ દાખલ થઇ ચુક્યો છે જેમાં તેને જામીન મળી ગયા છે. જ્યારે બીજા કેસમાં પણ તેને જામીન આપવામાં આવ્યા છે. અગાઉ જે કેસ દાખલ થયો તેમાં ચંદ્રને એક એસસી સમાજની યુવતીની છેડતી કર્યાનો આરોપ છે.  


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.