કેન્દ્રિય ગૃહ અને સહકારીતા મંત્રી શ્રી અમિતભાઈ શાહનું સોમનાથમાં સ્વાગત* ૦૦૦૦ *સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા તેમજ સ્થાનિક પદાધિકારીઓ અને અધિકારીઓએ કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીનું હેલીપેડ ખાતે સ્વાગત કર્યું* - At This Time

કેન્દ્રિય ગૃહ અને સહકારીતા મંત્રી શ્રી અમિતભાઈ શાહનું સોમનાથમાં સ્વાગત* ૦૦૦૦ *સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા તેમજ સ્થાનિક પદાધિકારીઓ અને અધિકારીઓએ કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીનું હેલીપેડ ખાતે સ્વાગત કર્યું*


*કેન્દ્રિય ગૃહ અને સહકારીતા મંત્રી શ્રી અમિતભાઈ શાહનું સોમનાથમાં સ્વાગત*
૦૦૦૦
*સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા તેમજ સ્થાનિક પદાધિકારીઓ અને અધિકારીઓએ કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીનું હેલીપેડ ખાતે સ્વાગત કર્યું*
૦૦૦
કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી તેમજ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી અમિતભાઈ શાહ ગીર સોમનાથ જિલ્લાના પ્રવાસે છે. કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીનું સોમનાથ હેલીપેડ ખાતે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, પ્રદેશ ભાજપ સંગઠન મંત્રી શ્રી ઝવેરીભાઇ ઠકરાર,જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહભાઈ પરમાર,જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રામીબહેન વાજા,વેરાવળ-પાટણ નગરપાલિકા પ્રમુખ શ્રી પિયૂષભાઇ ફોફંડી, સંગઠનના પદાધિકારીઓ તેમજ જુનાગઢ રેન્જ આઇ.જી શ્રી નિલેશકુમાર ઝાંઝડિયા, ગીર સોમનાથ કલેકટર શ્રી રાજદેવસિંહ ગોહિલ,જિલ્લા વિકાસ અધિકારી શ્રી રવિન્દ્ર ખતાલે સહિતના અધિકારીઓએ પણ સ્વાગત કર્યું હતું.
કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી હેલીપેડ ખાતેથી સીધા સોમનાથ મંદિર પહોંચ્યા હતા.જ્યાં સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી પી.કે. લહેરી, શ્રી જે .ડી પરમાર સહિતના મહાનુભાવોએ પણ કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીનું સ્વાગત કર્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.