ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માત. - At This Time

ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માત.


વડોદરા નજીક હાઇવે ઉપર આવે જાંબુઆ બ્રિજ પાસે આજે વહેલી સવારે ટેમ્પો અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો . આ અકસ્માતમાં ટેમ્પો ચાલકનું સ્થળ પર મોત નિપજ્યું હતુ . ફાયર બ્રિગેડ દ્વારા ટેમ્પોમાં ફસાયેલા ડ્રાઇવરના મૃતદેહને પતરું કાપીને બહાર કાઢવામાં આવ્યો હતો . આ બનાવને પગલે હાઈવે ઉપર અમદાવાદથી સુરત અને સુરતથી અમદાવાદના માર્ગ ઉપર બે કિલોમીટર જેટલો ટ્રાફિકજામ થઈ ગયો હતો . સતત ચાલુ રહેલા વરસાદને પગલે ફાયર બ્રિગેડને કામગીરી માટે ભારે મુશ્કેલી પડી હતી . પોલીસે લાશનો કબજો લઈ કાર્યવાહી હાથ ધરી મળેલી માહિતી પ્રમાણે વહેલી સવારે જાંબુઆ બ્રિજ પાસે અમદાવાદથી સુરત તરફ જતા ટ્રકની પાછળ એક ટેમ્પો ધડાકાભેર અથડાયો હતો . જેમાં ટેમ્પો ડ્રાઇવર કેબીનમાં જ ફસાઈ જતાં તેનું મોત નિપજ્યું હતું . આ બનાવવાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા લાશ્કરો ઘટના સ્થળે દોડી ગયા હતા અને સ્પ્રેડરથી પતરું કાપીને ડ્રાઇવરનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો . આ બનાવની જાણ મકરપુરા પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી ગયો હતો . અને લાશનો કબજો લઈને હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.