બોટાદ ખાતે આયોજિત મેળામાં કિશોરીઓને મહિલાલક્ષી યોજનાઓ વિશે માહિતી તથા માર્ગદર્શન આપવામાં આવ્યું - At This Time

બોટાદ ખાતે આયોજિત મેળામાં કિશોરીઓને મહિલાલક્ષી યોજનાઓ વિશે માહિતી તથા માર્ગદર્શન આપવામાં આવ્યું


બોટાદ ખાતે આયોજિત મેળામાં કિશોરીઓને મહિલાલક્ષી યોજનાઓ વિશે માહિતી તથા માર્ગદર્શન આપવામાં આવ્યું

સશક્ત અને સુપોષિત કિશોરી” અભિયાન

ગુજરાત સરકારની પૂર્ણા યોજના હેઠળ “સશક્ત અને સુપોષિત કિશોરી” અભિયાન અંતર્ગત સંકલિત મહિલા અને બાળ વિકાસ યોજના અધિકારીની કચેરી, બોટાદ દ્વારા કિશોરીઓ માટે આજરોજ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો દ્વારા કિશોરીઓને વિવિધ મહિલાલક્ષી યોજનાઓ, પોલીસ વિભાગની કામગીરી, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની કામગીરી, આરોગ્ય સહિતના વિષયો પર માહિતી તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પૂર્ણા યોજના અંતર્ગત આંગણવાડીઓમાં સારી કામગીરી કરનારી કિશોરીઓને ઈનામ આપી સન્માનિત કરાઈ હતી. કાર્યક્રમમાં કિશોરીઓએ પોતાના અનુભવો વર્ણવ્યા હતા. આ સાથે પ્રતિજ્ઞા, સિગ્નેચર પોઈન્ટ તથા સેલ્ફી પોઇન્ટનું પણ આયોજન કરાયું હતું.

કાર્યક્રમ સ્થળ પર કિશોરીઓને સરકારશ્રીની વિવિધ યોજનાઓ વિશે માર્ગદર્શન આપતા સ્ટોલ પણ પ્રદર્શિત કરાયા હતા. બાળ વિકાસ યોજના અધિકારીની કચેરી, આઈ.સી.ડી.એસ, બોટાદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કિશોરીઓએ હરખભેર ભાગ લીધો હતો.

Report by
Ashraf jangad
9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.