મેંદરડા ખાતે લોક અદાલતમાં PGVCL ના ૨૪ પ્રિલીટીગેશનના કેસનો નિકાલ કરવામાં આવેલ નેશનલ લોક અદાલત માં PGVCL ની સરાહનીય કામગીરી - At This Time

મેંદરડા ખાતે લોક અદાલતમાં PGVCL ના ૨૪ પ્રિલીટીગેશનના કેસનો નિકાલ કરવામાં આવેલ નેશનલ લોક અદાલત માં PGVCL ની સરાહનીય કામગીરી


મેંદરડા લોક અદાલતમાં પીજીવીસીએલ ના ૨૪ પ્રિલીટીગેશનના કેસનો નિકાલ

મેંદરડા ખાતે યોજાયેલ નેશનલ લોક અદાલત માં PGVCL ની સરાહનીય કામગીરી

મેંદરડા કોર્ટ કમ્પાઉન્ડ ખાતે યોજાયેલ નેશનલ લોક અદાલત માં વિનામૂલ્યે સમાધાન કરવા માટે ની અમૂલ્ય તક મળતી હોય છે. જેનો મેંદરડા PGVCL ના સ્ટાફ ગણ દ્વારા બહોળો પ્રસાર અને પ્રચાર કરી નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે અને વીજ ગ્રાહકો ના બાકી બિલ તેમજ વીજ ચોરી ના નાણા માંથી શક્ય તેટલી રકમ બાદ કરી ખુબ જ મોટા પ્રમાણમાં ગ્રાહકોના હિતલક્ષી સમાધાન કરવામાં આવેલ

લોક અદાલત ના દિવસે જ સ્થળ પર ૨૩૭૦૦૦/_ ( બે લાખ સાડત્રીસ હજાર રૂપિયા) જેવી માતબર રકમ ભરાવી મહતમ કેસો ના ગ્રાહકલક્ષી વલણ સાથે સમાધાન કરેલ છે કરવામાં આવ્યા કુલ ૨૪ પ્રિલિટીગેશન ના કેસો જેની રકમ ૩૮૩૦૦૦/- (ત્રણ લાખ ત્યાસી હજાર) ના કેસો નું સ્થળ પર જ સમાધાન કરી સમગ્ર જૂનાગઢ વર્તુળ કચેરી ખાતે પ્રશંશનીય કામગીરી કરેલ

ત્યારે મેંદરડા PGVCL ના નાયબ ઇજનેર સી.બી. ચરાડવા દ્વારા કરવામાં આવેલ કામગીરી ખુબ સારી અને પ્રશંશનીય હોવાથી ઉચ્ચ અધિકારીઓ દ્વારા મેંદરડા ના ઈજનેર સી.બી.ચરાડવા અને પીજીવીસીએલ સ્ટાફ દ્વારા લાખો રૂપિયા પી.જી. વી .સી.એલ માં જમા થતાં પ્રશંશનીય કામગીરી બદલ અભિનંદન પાઠવેલ

રીપોર્ટ-કમલેશ મહેતા મેંદરડા


9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image