ધાંગધ્રાના રાજ સીતાપુરથી મેથાણ સુધીનો રોડ ન બનતા પાંચ ગામના લોકો દ્વારા હાઇવે બ્લોક કરી સૂત્રોચ્ચાર કર્યો. - At This Time

ધાંગધ્રાના રાજ સીતાપુરથી મેથાણ સુધીનો રોડ ન બનતા પાંચ ગામના લોકો દ્વારા હાઇવે બ્લોક કરી સૂત્રોચ્ચાર કર્યો.


બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

પાંચ ગામના લોકોએ 15 વખત સ્થાનિક ધારાસભ્યને રજૂઆત કરી પરંતુ કોઈ પણ પ્રકારનું કામ ન થતા રોષ ફેલાયો.

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા વિધાનસભાની બેઠક ઉપર જે સમયે પ્રકાશભાઈ વરમોરા ભાજપમાંથી ચૂંટણી લડી રહ્યા હતા તે દરમિયાન પાંચ ગામના લોકોને રોડ રસ્તા સહિતની પ્રાથમિક સુવિધા આપવાના વચનો આપવામાં આવ્યા હતા પરંતુ આ વચનો ચૂંટણી પત્યા જીતી ગયા ધારાસભ્ય બની ગયા તે પછી પણ પુરા ન થતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે ત્યારે ધાંગધ્રા તાલુકાના પાંચ ગામોના લોકોએ આજે સુરેન્દ્રનગર ધાંગધ્રા હાઇવે ચક્કાજામ કર્યો છે અને વિરોધ નોંધાયો છે ભારદ રાજ ચરાડી સહિતના પાંચ ગામોના લોકોએ રાજ સીતાપુર નજીક મુખ્ય હાઇવે ચક્કાજામ કરી અને વિરોધ નોંધાયો છે સ્થાનિક ધારાસભ્યના નારા લગાવવામાં આવ્યા છે ભાજપ પક્ષ વિરોધના નારા લગાવવામાં આવ્યા છે બેનર સાથે રોડ ચક્કાજામ કરવામાં આવતા ધાંગધ્રા તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ છે અને ચક્કાજામ કરનારા તમામ લોકોની અટકાયત કરી અને આ મુદ્દે કાર્યવાહી હાથ ધરી છે જોકે મામલો એટલે ઉગ્ર બની ગયો હતો કે પાંચ ગામના લોકો રોડ ઉપર બેસી ગયા હતા મુખ્ય રોડ રસ્તાની સમસ્યા છે પાંચ ગામોનો રોડ હાલતમાં છે તાત્કાલિક નવો બનાવી આપવા માટે અનેક વખત સ્થાનિક ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી છે ચૂંટણી વખત પણ વાયદા આપવામાં આવ્યા હતા પરંતુ આ રોડ રસ્તા ના કામો હજુ સુધી શરૂ પણ નથી કરવામાં આવ્યા જેને લઈને પાંચ ગામોના અંદાજિત 200 થી વધુ લોકો રાજ સીતાપુર નજીક રોડ ઉપર બેસી જઈ નારા પુકારી અને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો છે જોકે પોલીસ ત્યાં દોડી જઈ અને તમામ લોકોની અટકાયત કરી લીધી છે
ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાને પાંચ ગામના આગેવાનોએ 15 વખત મૌખિક અને લેખિત ફરિયાદ કરી છે પાંચ ગામના મુખ્ય માર્ગ અત્યંત ખરાબ હાલતમાં છે અને ખાસ કરીને પાંચ ગામોમાં સુવિધાઓના પણ કેટલાક પ્રશ્નો ઊભા થયા છે અનેક વખત રજૂઆત કરવા છતાં પણ સ્થાનિક ધારાસભ્ય આ બાબતનું કોઈ પણ પ્રકારનું ધ્યાન ન આપતા પાંચ ગામના લોકોમાં રોષ ફેલાયો છે આજે આ પાંચ ગામના લોકોમાં રોષ ફેલાતા ગામના મુખ્ય માર્ગ ઉપર ચક્કાજામ કરવામાં આવ્યું છે બે કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ થયા હોવાનું સામે આવ્યું છે જોકે પોલીસ આ મામલે ઘટના સ્થળે દોડી જઈ અને મામલો શાંત પાડવાનો પ્રયાસ હાથ ધર્યો હતો પરંતુ શાંત આ મામલો ન પડતા અંતે પોલીસે તમામ લોકોની અટકાયત કરી છે સૂત્રોચ્ચાર કરી રહેલા પાંચ ગામોના લોકોએ આપ્યું અલ્ટીમેટમ
રાજ સીતાપુર નજીક પાંચ ગામના લોકો દ્વારા મુખ્ય હાઇવે ચક્કાજામ કરવામાં આવ્યો છે પ્રાથમિક સુવિધા ના મામલા ચક્કાજામ કરાયા હોવાનું સામે આવ્યું છે જોકે આ મામલે પાંચ ગામોના લોકોને પૂછવામાં આવતા તેમને થોડા દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે ધારાસભ્ય સામે અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે ટૂંક સમયમાં આ કામગીરી રોડ રસ્તા પ્રાથમિક સુવિધાની કામગીરી ચાલુ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવ્યું છે ગ્રામજનોએ જણાવ્યું છે કે ગામમાં એમ્બ્યુલન્સ આવે ત્યારે તેને ગામ બહાર નીકળતા એક કલાક જેટલો સમય ગાળો જતા રહેવા હોવાનું જણાવ્યું છે હવે રોડ રસ્તાના કામો શરૂ થવા જોઈએ નહીંતર અગામી દિવસોમાં પાંચ ગામોના લોકો ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી આપવમાં આવી છે ભાજપ હાય.. હાય..ના નારા લાગ્યા, પોલીસે તમામ લોકોની અટક કરી સ્થાનિક અને પ્રાથમિક સુવિધા ન મળતી હોવાના કારણે પાંચ લોકોના ગ્રામજનો આકરા પાણીએ આવી ગયા હોય તેવી પરિસ્થિતિ રાજ સીતાપુર નજીક ઉભી થઈ છે જોકે આ મુદ્દે સ્થાનિક તાલુકા પોલીસ ઘટના દોડી ગઈ છે ત્યારે ભાજપ હાય હાય તથા સ્થાનિક ધારાસભ્યના નારા લગાવતા સમયે પોલીસે આ તમામ નારા લગાવનાર લોકોની અટકાયત કરવામાં આવી છે તમામને ધાંગધ્રા લઈ જવામાં આવ્યા છે નજર કેદ રાખવામાં આવ્યા હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે રોડ ચક્કાજામ પગલે બે કિલોમીટર સુધીની લાંબી લાઈનો લાગી ગઈ હોવાનું પણ સામે આવ્યું છે આ મુદ્દે પોલીસ એ પણ તેમની કાર્યવાહી હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.