અમદાવાદની મુખૌટે આર્ટ ગેલેરી નારણપુરા ખાતે આજ થી ૧ ઓગસ્ટ સુધી મનહર કાપડિયાના ચિત્રોનું પ્રદર્શન:દરરોજ સાજે ૪થી ૮ વાગ્યા સુધી નિહાળીશકશે. - At This Time

અમદાવાદની મુખૌટે આર્ટ ગેલેરી નારણપુરા ખાતે આજ થી ૧ ઓગસ્ટ સુધી મનહર કાપડિયાના ચિત્રોનું પ્રદર્શન:દરરોજ સાજે ૪થી ૮ વાગ્યા સુધી નિહાળીશકશે.


ગોસા(ઘેડ) પોરબંદર તા.૨૭/૦૭/૨૦૨૩
મુખૌટે ક્રિએટીવ આર્ટ ફાઉન્ડેશન છેલ્લા ઘણા વર્ષોથી કલા સમાજમાં અનેક રીતે કાર્યરત રહી છે. નિલુબેન ચિત્રકાર હોવાથી સાથો તાથ કલાપારખું અને કલાચાહક પણ છે. અને અનેક કલાકારોને પ્રોત્સાહીત કરી કલા વિકાસ કરે છે. આ ૨૧ મું પ્રદર્શન યોજાયેલ છે.
શ્રી મનહર કાપડિયાના અહી પ્રસ્તુત ચિત્રોમાં શેઠ સી.એન. કોલેજ ઓફ ફાઈન આર્ટસના તેઓના અભ્યાસની શરૂઆતથી ૨૦૨૩ સુધીના કલાયાત્રા નિહાળી શકાશે. એકેડેમીક કામના આગ્રહી તેઓ કલાકારે અનેક પ્રયોગાત્મક સર્જન કર્યા છે. અવનવા કલા માધ્યમો દ્વારા તેમની કલાને સમાજ સાથે જોડી છે. રેખાંકન કલર્સને તેમણે આગવી શૈલીમાં ઢાળી છે. અનેક વિષયોને આવરી લઈ તેમને સર્જનો કર્યાં છે. ૨૦૦૭થી તેઓએ મહાત્મા ગાંધીજીના પ્રયોગાત્મક, સર્જનાત્મક વિષયોને આધુનિક શૈલીમાં કંડાર્યા છે. વર્ષો સુધી કલાનું શિક્ષણ આપી આ વર્ષે પૂરા સમયના ચિત્રકાર તરીકે કાર્ય શરૂ કર્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.