દિવાળીએ જ લાઈન તૂટી, સ્ટોરરૂમ ખોલાવી તાત્કાલિક પાઈપ નખાયા - At This Time

દિવાળીએ જ લાઈન તૂટી, સ્ટોરરૂમ ખોલાવી તાત્કાલિક પાઈપ નખાયા


રજાના દિવસે પાણી વિતરણ ખોરવાતા સ્ટાફને ફરજ પર બોલાવાયો

વોર્ડ નં. 14માં આનંદનગરમાં લાઈનમાં ભંગાણ, પાણી વિતરણ 8 કલાક મોડું થયું

રાજકોટ શહેરમાં પાણી વિતરણમાં કોઇપણ સમયે સમસ્યા સર્જાઈ શકે છે અને તે માટે દોડવું પડે છે. તેવું દિવાળીના દિવસે જ બન્યું છે. વોર્ડ નં. 14માં વહેલી સવારે 5 વાગ્યે પાણી વિતરણ કરવામાં આવે છે પણ ત્યારે પાણી આવ્યું ન હતું અને આસપાસના વિસ્તારોમાં તપાસ કરતા લાઈન જ તૂટેલી હોવાનું ખૂલતા તાત્કાલિક તંત્ર દોડતું થયું હતું અને છેવટે બપોરે 8 કલાક બાદ પાણી આપી શકાયું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.