રાજકોટમાં ચિક્કાર દારૂ પી હોટલ બંધ કરાવવા નીકળ્યો, લોકોએ અટકાવ્યો તો કહ્યું- હું તો શૌચાલય બંધ કરાવું છું, હોટલ નહીં - At This Time

રાજકોટમાં ચિક્કાર દારૂ પી હોટલ બંધ કરાવવા નીકળ્યો, લોકોએ અટકાવ્યો તો કહ્યું- હું તો શૌચાલય બંધ કરાવું છું, હોટલ નહીં


રાજકોટમાં નીલકંઠ ટોકિઝ પાસે એક ટ્રાફિક વોર્ડન ચિક્કાર દારૂ પીને દુકાનો અને હોટલો બંધ કરાવવા નીકળ્યો હતો. આ ટ્રાફિક જમાદારને બોલવાનું પણ ભાન રહ્યું નહોતું. આ ટ્રાફિક જમાદારનું નામ નરભેરામ પટેલ હોવાનું જાણવા મળ્યું છે. એક જાગૃત નાગરિકે પોતાના મોબાઈલમાં ટ્રાફિક જમાદારના ખેલનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે. જેમાં ટ્રાફિક જમાદારને બોલવાનું પણ ભાન રહ્યું ન હોય તેમ કહે છે કે, હું શૌચાલય બંધ કરાવું છું, હોટલ બંધ ન કરાવું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.